એક સમયે કોમેડી વિડીઓ બનાવીને યુટ્યુબમાં સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત થયેલા ખજુરભાઈ એટલે કે નીતિન જાનીની ઓળખાણ આપવાની આજે જરૂર નથી કારણ કે ગુજરાતમાં આજે દરેક લોકો ખજુરભાઈને ઓળખે જ છે. ખાજુરભાઈ સમાજસેવાના ખુબ જ સારા કામો કરી રહ્યા છે. આજે આપણે વાત કરવાના છીએ ખજુરભાઈના અંગત જીવનની, જણાવી દઈએ કે ખજુરભાઈએ આજે સગાઇ કરી છે.

જી હા, નીતિનભાઈએ મીનાક્ષી દવે નામની યુવતી સાથે સગાઇ કરી છે. ખુદ ખજુરભાઈએ તેની માહિતી ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. નીતિન ભાઈએ સગાઈના ફોટા શેર કરતા કેપ્શનમાં લખ્યું પાર્ટનર અને મીનાક્ષી દવેને ટેગ પણ કરી હતી, આ સારા સમાચાર જોઇને ફેંસ ખુબ જ રાજી થયા હતા અને કોમેન્ટમાં અભિનંદનનો વરસાદ કરી દીધો હતો. નીતિન અને મીનાક્ષીની જોડી એકદમ સુંદર લાગી રહી છે.

જણાવી દઈએ કે નીતિનભાઈ આજના સમયમાં લાખો રૂપિયાનું દાન કરે છે એવામાં તેને તેની જીવનસાથી મીનાક્ષીને પણ ગીફ્ટ આપવામાં કોઈ કચાસ રાખી નથી, તેને તેની થનાર પત્ની મીનાક્ષીને આઈફોન 14 પ્રો મેક્સ ફોન ગીફ્ટ કર્યો છે. જણાવી દઈએ કે ખજુરભાઈ મૂળ સુરતના છે. તે એક સમયે યુટ્યુબમાં ખુબ જ ફેમસ થયા ત્યારબાદ ગરીબોની સેવાનું કામ પણ કરી રહ્યા છે. તેના સેવાભાવી સ્વભાવથી દરેક લોકો તેને ખુબ જ પસંદ કરે છે.

જણાવી દઈએ કે લોકડાઉનના સમયમાં જયારે નાના ધંધાદારીઓનો ધંધો સંપૂર્ણ રીતે બંધ થયો ત્યારે તેની મદદ માટે ખજુરભાઈ આગળ આવ્યા હતા, જેમ કે ગોલા વહેંચવા વાળા તથા પાણીપુરીની રેકડી વાળા વગેરેની સેવામાં ખજુરભાઈનું ખુબ જ યોગદાન રહ્યું છે. જે લોકોનું દુનિયામાં કોઈ નથી એવા લોકો માટે ખાજુરભાઈ ભગવાન સમાન છે. કારણ કે આવા લોકોને રહેવા માટે મકાનથી લઈને દરેક જીવન જરૂરી વસ્તુઓ નીતિન ભાઈએ પૂરી પાડી છે.