એક ખ્રિસ્તી સંગઠને બોલિવૂડ અભિનેત્રી કરીના કપૂર ખાનના પ્રખ્યાત પુસ્તક ‘પ્રેગ્નન્સી બાઇબલ’ ના ટાઇટલ પર વાંધો ઉઠાવ્યો છે. એક ખ્રિસ્તી જૂથે બુધવારે મહારાષ્ટ્રના બીડ શહેરમાં અભિનેત્રી કરીના કપૂર ખાન અને બે અન્ય લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી, જેમાં તેમના પુસ્તકના શીર્ષક સામે વાંધો ઉઠાવ્યો હતો. જૂથે તેના પર તેમના સમુદાયની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવ્યો છે. આલ્ફા ઓમેગા ક્રિશ્ચિયન ફેડરેશનના પ્રમુખ આશિષ શિંદેએ શિવાજી નગર પોલીસ સ્ટેશનમાં પુસ્તક અંગે ફરિયાદ નોંધાવી છે, જેમાં અન્ય લેખકનું નામ પણ છે.

ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચાડવાનો આરોપ :

શિંદે પોતાની ફરિયાદમાં કરીના કપૂર ખાન અને અદિતિ શાહ ભીમજાની દ્વારા લખાયેલ અને જુગર્નાટ બુકસ દ્વારા પ્રકાશિત ‘પ્રેગ્નન્સી બાઇબલ’ શીર્ષકનો ઉલ્લેખ કર્યો છે. તેમણે કહ્યું છે કે પુસ્તકના શીર્ષકમાં પવિત્ર શબ્દ ‘બાઇબલ’ નો ઉપયોગ કરવામાં આવ્યો છે અને તેનાથી ખ્રિસ્તીઓની ધાર્મિક લાગણી દુભાય છે. શિંદેએ અભિનેત્રી અને અન્ય બે સામે ભારતીય દંડ સંહિતા (આઈપીસી) ની કલમ 295-એ હેઠળ કેસ નોંધવાની માંગ કરી છે.

પોલીસ અધિકારીએ કરી F.I.R ની પૃષ્ટિ :

એક પોલીસ અધિકારીએ ફરિયાદ મળવાની પુષ્ટિ કરી, પરંતુ કહ્યું કે કોઈ એફઆઈઆર નોંધાઈ નથી. શિવાજી નગર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ ઇન્સ્પેક્ટર સાયનાથ થોમ્બરેએ ‘પીટીઆઈ-ભાષા’ ને જણાવ્યું હતું,

“અમને ફરિયાદ મળી છે, પરંતુ અહીં કોઈ કેસ નોંધી શકાય નહીં કારણ કે આ બનાવ અહીં (બીડમાં) બન્યો નથી. મેં તેમને મુંબઈમાં ફરિયાદ નોંધાવવા સલાહ આપી છે.

કરીનાએ 9 જુલાઈએ જ આ પુસ્તક બહાર પાડ્યું હતું. ફેબ્રુઆરીમાં પોતાના બીજા બાળકને જન્મ આપનારી કરિનાએ આ પુસ્તકને તેમનું ત્રીજું સંતાન ગણાવ્યું હતું. પુસ્તકના પ્રમોશનના સંદર્ભમાં તેમણે સોશિયલ મીડિયા પર ઘણી પોસ્ટ કરી હતી. અભિનેત્રી અનુસાર, આ પુસ્તકમાં તેણે ગર્ભાવસ્થાના બંને સમય દરમ્યાન અનુભવેલા શારીરિક અને ભાવનાત્મક અનુભવોનો ઉલ્લેખ કર્યો છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *