1948માં નવલ ટાટા જેઓ ટાટા સન્સના ચેરમેન હોવાની સાથે ઇન્ડીયન હોકી ફેડરેશનના પ્રેસિડેન્ટ પણ હતા તેમની સામે એક સમસ્યા ઉભી થઇ. સમસ્યા એ હતી કે આર્થિક કારણોસર ભારત સરકાર હોકી ટીમને 1948ના ઓલમ્પિકમાં મોકલવી કે કેમ તે અંગે દ્વિધામાં હતી. દેશની પ્રતિષ્ઠાની સાથે હોકીના ભવિષ્ય અંગે પણ હતો.

Image Credit

નવલ ટાટાએ આ મુદ્દા પ્રત્યે નહેરુનું ધ્યાન દોરવાનું નક્કી કયું. આખા દિવસનું કામ પતાવીને રાત્રે 10 વાગ્યે નેહરુ નવલ ટાટાને મળ્યા.

Image Credit

તેણે ટાટાને પૂછ્યું, “જો આપણે આ ઓલમ્પિક્સમાં ટીમ ના મોકલીએ તો?”

Image Credit

નવલ ટાટાએ બહુ ચતુરાઈથી જવાબ આપ્યો, “ના.ટીમ મોકલવી ફરજીયાત નથી. પણ એ આપણી બદનસીબી નહિ કેહવાય કે આપણી પોતાની સરકાર ચાલુ કર્યાના પહેલાં જ વર્ષે, જે ટીમ બ્રિટીશ હુકૂમત નીચે છેલ્લાં 25 વર્ષોથી ચેમ્પિયન છે, તેને સ્વતંત્ર ભારતના ઝંડા નીચે એ જ ટાઈટલ જાળવી રાખવા આપણે ના મોકલીએ?”

Image Credit

આ એક વાક્યએ નેહરુને વિચારતા કરી દીધા. તરત ટીમને ઓલમ્પિકસમાં મોકલવા માટેનું ફંડ તેમણે મંજુર કર્યું અને વધારે ફંડની પણ વ્યવસ્થા કરી આપી. ભારતની ટીમે 1948ના ઓલમ્પિકસમાં ભાગ લીધો અને ગોલ્ડ જીત્યો. સ્વતંત્ર ભારતનો એ પહેલો ઓલમ્પિક ગોલ્ડ મેડલ હતો.

Source: લિન્ક્ડ-ઇન પરથી ટાટા ગ્રુપના બ્રાંડ-કસ્ટોડીયન હરીશ ભાટની પોસ્ટ પરથી અનુવાદિત.
ભાવાનુવાદ કરનાર: ચિંતન મહેતા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *