તમે ઊંટની ઘણી કહેવતો સાંભળી હશે.  જો કે મોટાભાગના ઊંટને રણમાં ચલાવવામાં અને સમાન ફેરવવામાં કામ લેવામાં આવે છે પરંતુ આજે અમે તમને કંઇક અલગ જ ઊંટ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. જી હા, અમે જે ઊંટ વિશે વાત કરવાના છીએ તે ઊંટ ન તો ઊંટ ગાડીમાં ઉપયોગમાં લેવામાં આવે છે કે ન તો રણમાં. આ ઊંટ થોડો ખાસ છે તો ચાલો જાણીએ…

Image Credit

ઊંટ તેના માલિક સાથે શોપિંગ મોક્લમાં પ્રવેશ કર્યો અને અંદર કંઈપણ નુકસાન પહોંચાડવાને બદલે શાંતિથી અંદર બધું ફરીને બહાર આવ્યો. આ વીડિયો આ દિવસોમાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. માહિતી અનુસાર, 50 વર્ષિય સ્કોટ લુઇસ 11 વર્ષીય પાલતુ ઊંટ જ્યોફ્રીને અમેરિકાના મસ્કજિઅન (મિશિગન) માં પેટસ્માર્ટ લઈ ગયો. તે માત્ર એન્જોય કરવા માટે અહીં આવ્યા હતા.

Image Credit

તેઓ તેને ટ્રેલરમાં લાવ્યા. ૬ ફૂટની આ ઊંટ પોતાની જાતે જ શોપિંગ મોલના દરવાજામાં અંદર પ્રવેશ્યો અને તે જોઇને ત્યાં હાજર દરેક લોકો આંખો ફાડીને જોવા લાગ્યા અને હરકોઈ પરેશાન થઇ ગયા. ઘણા લોકો તેની તસ્વીરો અને વિડીઓ ઉતારવા લાગ્યા તો ઘણા લોકોએ ઊંટ સાથે ઉભા રહીને તસ્વીરો પડાવી.

જો કે આ એક ખરેખર અજીબ વાત કહેવાય કે પાલતું ઊંટને પણ શોપીંગ મોલમાં લઇ ગયા અને તે શાંતિથી અંદર ફરીને પરત ફર્યો નહિ તો જાનવરો રમણ-ભમણ કરી નાખે. પરંતું આ ઊંટ એકદમ શાંત સ્વભાવનો હતો તેને મોલની કોઈપણ વસ્તુને હાની પહોચાડી નથી. તો મિત્રો કોમેન્ટ કરીને જણાવો કેવો લાગ્યો તમને આ વિડીઓ?

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *