બોલીવુડની લવ કપલ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ તેમની જિંદગીને લઇને રોજ હેડલાઇન્સમાં રહે છે. બંને સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ હોય છે અને એકબીજા પ્રત્યે પોતાનો પ્રેમ વ્યક્ત કરતા રહે છે. આ દિવસોમાં દીપિકાનો જુનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે એક પાર્ટી દરમિયાન રણવીરના પેઇન્ટ ફાટવાનો કિસ્સો સંભળાવતા જોવા મળે છે.

 

View this post on Instagram

 

A post shared by Ranveer Singh (@ranveersingh)

આ વીડિયો પ્રખ્યાત ટીવી શો ધ કપિલ શર્માનો છે. જ્યાં દીપિકા તેની ફિલ્મ છાપકના પ્રમોશન માટે ગઈ હતી. આ સમય દરમિયાન તેણે કપિલ સાથે ખૂબ મસ્તી કરી હતી. રણવીરની વાર્તા શેર કરતી વખતે દીપિતાએ કહ્યું કે એકવાર, અમે એક મ્યુઝિક ફેસ્ટિવલમાં ગયા હતા અને તે દિવસે રણવીર ખૂબ જ ઉત્સાહિત હતો. તેણે તે દિવસે ઢીલું પેન્ટ પહેર્યું હતું અને ઇવેન્ટમાં ડાન્સ કરતા કરતા અચાનક તેનું જીન્સ તૂટી ગયું, બસ પછી શું મેં મારા બેગ માંથી સોઈ અને દોરો કાઢ્યો અને ઇવેન્ટ વચ્ચે બેસીને તેનું પેન્ટ સીવ્યું.

વર્કફ્રન્ટની વાત કરીએ તો દિપીકા ડિરેક્ટર કબીર ખાનની ફિલ્મ ’83’ માં રણવીર સિંહ સાથે ખૂબ જલ્દી સ્ક્રીન શેર કરવા જઈ રહી છે. ફિલ્મમાં રણવીર કપિલ દેવની ભૂમિકામાં જોવા મળશે અને દીપિકા કપિલ દેવની પત્નીની ભૂમિકામાં જોવા મળશે. જણાવી દઈએ કે આ બંનેની સાથે મળીને આ પહેલી ફિલ્મ હશે. ચાહકો પણ આ ફિલ્મની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *