કોરોના નો કેર ફરી આવ્યો છે અને લોકો ફરી ચિંતામાં મુકાયા છે, આ વખતે પરિસ્થિતિ પહેલા કરતા પણ વધારે આકરી બની છે. આ વખતે બાળકોમાં પણ કોરોના ઝડપથી ફેલાઈ રહ્યો છે. પહેલા કરતા વધારે યુવાનો અને બાળકોમાં કોરોના આવી રહ્યો છે તો દરેક માતાપિતાએ તેના બાળકોનું ખાસ ધ્યાન રાખવું ખુબ જ જરૂરી છે.

Image Credit

જો તમારા બાળક ને તાવ, શરદી, કે પેટમાં દુખાવા જેવી સમસ્યાઓ આવે તો તેને અવગણશો નહિ, કેમ કે કોરોનાના નવા લક્ષણમાં આ વસ્તુ થાય છે ખાસ કરીને બાળકોને. તેમજ બાળકોને શ્વાસ લેવામાં પણ તકલીફ પડે છે. તેમજ કોરોનાના લક્ષણોમાં ભૂખ ન લાગવી અને સ્વાદની ખબર ના પડવી પણ સામેલ છે. એવામાં જો તમારા બાળકમાં આમાંથી કોઈ પણ લક્ષણ જણાય તો જરાય અચકાયા વગર તબીબીની સલાહ લઇ લેજો.

Image Credit

જણાવી દઈએ કે આના સિવાય પણ શરીરના ઘણા અંગોમાં અસરો જોવા મળે છે, જેમાં હાર્ટ, લંગ્સ, કીડની અને બ્રેઈન જેવા અંગોમાં ભારે અસર પડતી જોવા મળે છે. હાલમાં દેશમાં દરેક હોસ્પિટલોમાં બાળકોના કેસ વધુ ભરતી થઇ રહ્યા છે. એવામાં બાળકોનું ખાસ ધ્યાન રાખવું ખુબ જ જરૂરી છે.

Image Credit

જો તમારા બાળકને તબ, શરદી કે ઉધરસ જણાય તો તરત જ ડોક્ટરની મુલાકાત લેવી જોઈએ, કેમ કે મોટા ભાગના આવા કેસ કોરોના પોઝીટીવ આવી રહ્યા છે. તેમજ જણાવી દઈએ કે ડોક્ટરની સલાહ વગર કોઈ પણ પ્રકારની દવાઓ બાળકને આપવી જોઈએ નહિ તેનાથી શરીરને હાર્ડ અસર થઇ શકે છે. તેમજ બાળકોને વડીલો થી દુર રાખવા ખુબ જ જરૂરી છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *