ઠુકરાવેલ પ્રેમ ક્યારેક ક્યારેક ખુબ જ ખતરનાક સ્વરૂપ લઇ લે છે, જેની આપણે કલ્પના પણ કરી શકતા નથી. આવો જ એક કિસ્સો ઉત્તર પ્રદેશના બરેલીમાં મળી આવ્યો છે. અહેવાલો અનુસાર, ઉત્તર પ્રદેશના બરેલીમાં હાફિઝગંજ પોલીસ વર્તુળ હેઠળની એક ઇન્ટર કોલેજની વિદ્યાર્થીની એ તેની સાથે ભણતા છોકરા પર બ્લેડ થી હુમલો કર્યો.

Image Credit

છોકરી છોકરાને ખુબ જ પ્રેમ કરતી હતી, પરંતુ છોકરાએ તેની સાથે કોઈ સંબંધ રાખવાનો ઇનકાર કર્યો હતો. યુવતીએ તેને ઘણા પ્રસંગોએ છોકરા સાથે લગ્ન કરવાનું કહ્યું હતું, પરંતુ તેણે લગ્નનો પ્રસ્તાવ ઠુકરાવી દીધો હતો અને કહ્યું હતું કે તે આગળ ભણવા માંગે છે અને પોતાની કારકીર્દિ બનાવવી છે.

Image Credit

છોકરી ગુરુવારે કોલેજ તરફ જતા રસ્તામાં છોકરાને મળી હતી અને તેના ચહેરા પર બ્લેડ વડે હુમલો કર્યો હતો. પ્રત્યક્ષદર્શીઓએ કહ્યું કે છોકરી છોકરાને કહેતી હતી કે, ‘તને તમારા ચહેરા પર ખૂબ ઘમંડ છે. હવે કોઈ તારી સાથે લગ્ન નહિ કરે.

Image Credit

છોકરાના ચહેરા પરથી લોહી રેડ જોઈને યુવતી પણ રસ્તા પર બેહોશ થઈ ગઈ. છોકરાને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો, જ્યાં તેની હાલત નાજુક હોવાનું જણાવાયું છે. આ હુમલામાં તેના ચહેરાની કેટલીક નસોને નુકસાન થયાનું સૂત્રોએ જણાવ્યું છે.

Image Credit

કોલેજના હેડમાસ્તરે કહ્યું કે, આ ઘટના કોલેજની બહાર બની છે, તેથી તે તેના પર કોઈ બયાન આપી શકશે નહિ. આ મામલે હજુ સુધી કોઈ ફરિયાદ નોંધાઈ નથી. છોકરો અને છોકરી બંને સગીર છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *