પોલીસ વહીવટી તંત્ર તાળાબંધીના અમલીકરણ અંગે કડક વલણ અપનાવી રહ્યું છે, ત્યારે લોકો જાતે જ લોકડાઉનનાં નિયમોનું પાલન કરવા અંગે જાગૃતિ બતાવી રહ્યા છે.

Image Credit

આ જ ક્રમમાં મેરઠના લિસાડીગટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક પતિએ તેની પત્ની વિરુદ્ધ લોકડાઉનનું ઉલ્લંઘન કરવાનો કેસ કર્યો છે. પતિએ ખાસ તેની પત્ની પાલન ન કરતી હોવાથી તેના પર કેસ નોંધાવ્યો છે.

Image Credit

લિસાડીગેટ પોલીસ સ્ટેશન વિસ્તારનો રહેવાસી અમજદ બુધવારે બપોરે પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો અને લોકડાઉનનું ઉલ્લંઘન કરવા બદલ તેની પત્ની વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. અમજદ કહે છે કે આપણા દેશમાં કોરોના રોગચાળો ફાટી નીકળ્યો છે. આખું વિશ્વ નારાજ છે, વડા પ્રધાને લોકોને ઘરે રહેવાની અપીલ કરી છે પરંતુ મારી પત્ની લોકડાઉન દરમિયાન પણ ઘરની બહાર જાય છે. અને કોઈનું માનતી નથી.

Image Credit

અમજદ કહે છે કે મેં ઘણી વાર મારી પત્નીને લોકડાઉનનું પાલન કરવાની સુચના આપી છે. મેં મારી પત્નીને મનાવવા માટે મારા સાસરિયાઓ સાથે વિનંતી પણ કરી છે, પણ મારી પત્ની કોઈની વાત માનતી નથી. લોકડાઉન હોવા છતાં તે અખો દિવસ બહાર રહે છે. આથી કંટાળીને મેં મારી પત્ની વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે.

Image Credit

ઈન્સ્પેક્ટર લિસાડિગેટ પ્રશાંત કપિલનું કહેવું છે કે અમજદે તેની પત્ની વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. આ મામલે પોલીસ દ્વારા જ્યારે અમજદની પત્નીની પૂછપરછ કરવામાં આવી ત્યારે તેણે તેના પતિ અમજદ દ્વારા લગાવવામાં આવેલા તમામ આરોપોને નકારી દીધા હતા. સાથે જ પોલીસ પણ આ કેસની તપાસ કરી રહી છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *