ઉત્તર પ્રદેશમાં એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે, જયારે જાન પહોંચવામાં મોડું થયું તો દુલ્હાને લગ્ન કરવાની નાં પાડી દીધી. ખરેખર, આ ઘટના ગત સપ્તાહે બિજનોરના નાંજલજત ગામે બની હતી. કન્યાએ તેના પતિ સાથે આવવાની ના પાડી અને ત્યારબાદ એક સ્થાનિક વ્યક્તિ સાથે લગ્ન કર્યા.

Image Credit

હકીકતમાં, આ દંપતીએ ઓક્ટોબરમાં એક સમૂહ કાર્યક્રમમાં લગ્ન કર્યા. જે બાદ તેઓ 4 ડિસેમ્બરના રોજ એક સમારોહમાં ફરીથી લગ્ન કરવા તૈયાર થઈ ગયા હતા. વરરાજા બપોરે બે વાગ્યે સમારોહ માટે તેની જાન લઈને દુલ્હન ના ગામમાં પહોંચવાનું હતું. જેમાં થોડું મોડું થયું અને દુલ્હાને લગ્નની નાં પડી દીધી.

Image Credit

પરંતુ તે લગ્નની શોભાયાત્રા સાથે મોડી રાત્રે દુલ્હનના ઘરે પહોંચ્યો હતો. આ પછી બંને પરિવારો વચ્ચે દહેજને લઈને ઘણા વિવાદ થયા હતા. હવે દુલ્હન અને તેના પરિવારજનો દહેજની માંગથી કંટાળી ગયા હતા. આવી સ્થિતિમાં કન્યાના પરિવારે વરરાજા અને તેના પરિવારને મકાનમાં બંધ કરી દીધા, તેમની કિંમતી ચીજવસ્તુઓ છીનવી લીધી હતી અને માર માર્યો હતો. દહેજ પ્રથાનો હાલમાં ખુબ જ વિરોધ થઇ રહ્યો છે તેમ છતાં આવા લોકો હજુ પણ દહેજની માંગણી કરી રહ્યા છે.

Image Credit

આ પછી સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી હતી. હળદોર સ્ટેશન ગૃહના અધિકારીના જણાવ્યા અનુસાર બંને પરિવારોએ પોલીસનો સંપર્ક કર્યો છે. ત્યારબાદ બંને પરિવારો સમજૂતી પર પહોંચી ગયા. પરંતુ કન્યા વરરાજા સાથે જવા માંગતી નહોતી. કન્યા એ તેની સાથે જવાની ચોખી નાં પાડી દીધી હતી.

આ કિસ્સામાં બંને પરિવારોના પરસ્પર સમાધાનને લીધે કોઈ લેખિત ફરિયાદ નોંધાઈ ન હતી. શનિવારે બંનેના છૂટાછેડા થયા ત્યારે મામલો થાળે પડ્યો હતો. પોલીસની દખલ બાદ મામલો હલ થયો ત્યારે કન્યાએ ગામના બીજા વ્યક્તિ સાથે લગ્ન કર્યા.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *