દુનિયા પર કોરોના ફરી ઝડપથી વધી રહ્યો છે, હાલમાં ફરી કોરોનાના કેસ અને કોરોનાને લીધે મૃત્યુ આંક વધવા લાગ્યો છે. જો કે કોરોના વેક્સીન પણ આવી ચુકી છે અને ઘણા લોકોએ લગાવી પણ લીધી છે. મોટાભાગના લોકોને કોરોના વેક્સીન લેવાની બાકી છે. એવામાં હેલ્થ એક્સપર્ટ દ્વારા અમુક ખાસ માહિતી શેર કરવામાં આવી છે કે કોરોના વેક્સીન લેવાની ૨૪ કલાક પહેલા અમુક કામ કરવા ન જોઈએ.

દુખાવાની દવા પીવી નહી :

ઘણા લોકોને નાના નાના દુખાવા થતા હોય છે અને બાઝારમાં મળતી દુખાવાની ટીકડીઓ પિતા હોય છે પરંતુ જો કોરોના વેક્સીન લગાવવાની હોય તો ૨૪ કલાક પહેલા આ ટીકડી પીવી જોઈએ નહિ, આવું કરવાથી કોરોના વેક્સીનનો ઇમ્યુંનીટી રિસ્પોન્સ ઓછો થાય છે.

મોડે સુધી જાગવું નહિ :

Image Credit

સમયસર પુરતી ઊંઘ લેવી ખુબ જ જરૂરી છે, એવામાં એક્સપર્ટનું કહેવું છે કે કોરોના વેક્સીન લીધા પહેલાની રાત્રે મોડે સુધી જાગવું જોઈએ નહિ. સારી અને સંપૂર્ણ નીંદર શરીરની ઈમ્યુંનીટી સીસ્ટમ વેક્સીન પ્રત્યે ખુબ જ જોરદાર રિસ્પોન્સ આપે છે. એક્સપર્ટ નું કહેવું છે વેક્સીન લીધા પછી પણ નીંદર તો પુરતી જ લેવી જોઈએ.

આ દિવસોમાં કોઈ બીજી વેક્સીન લગાવવી નહિ :

આમ તો સામાન્ય એક દિવસમાં બે વેક્સીન લગાવી શકાય છે પરંતુ એક્સપર્ટનું કહેવું છે કે કોરોનામાં આવું નથી, કોરોનાની વેક્સીન લેવા સમયે બીજી કોઈ વેક્સીન લેવી જોઈએ નહિ. બીજી કોઈ વેક્સીન લેવી હોય તો કોરોના વેક્સીનના ૧૪ દિવસની રાહ જોવી ખુબ જ જરૂરી છે.

લાપરવાહી ન રાખવી :

Image Credit

જયારે પણ તમે વેક્સીન લગાવવા જાવ છો ત્યારે નિયમોનું ખાસ પાલન કરો અને વેક્સિંગ લગાવ્યા પછી તરત જ તે શરીરમાં કામ કરવાનું ચાલુ કરતી નથી તેના માટે સમય લે છે એવામાં કોરોનાના નિયમોનું પાલન કરો. બેદરકારી ન કરો.

વેક્સીન લગાવીને હોસ્પીટલે થી જવાની ઉતાવળ ન કરો :

વેક્સીન લગાવીને તરત હોસ્પિટલ થી ઘરે ભાગી જવાની ઉતાવળ કરવી નહિ, વેક્સીન લીધા પછી થોડો સમય ત્યાં જ બેસવું જોઈએ જેથી વેક્સીનની કોઈ સાઈડ ઈફેક્ટ પડે તો તરત જ ડોક્ટરનો સંપર્ક કરી શકો.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *