કપિલ શર્માનો કોમેડી શો ‘ધ કપિલ શર્મા શો’ ખૂબ જ લોકપ્રિય છે. આ શો થોડા સમય માટે પ્રસારિત થયો હતો, પરંતુ ટૂંક સમયમાં તેને ફરીથી શરૂ કરવાની તૈયારી ચાલી રહી છે. દરમિયાન, શોના કેટલાક શ્રેષ્ઠ એપિસોડ્સની ઝલક વાયરલ થઈ રહી છે. હાલમાં સોશિયલ મીડિયા પર કપિલ શર્મા શો ના જુના વિડીઓ જોવામાં આવે છે અને ખુબ જ વાઈરલ પણ થઇ રહ્યા છે.
આવો જ એક એપિસોડ ખૂબ લોકપ્રિય હતો, જેમાં પ્રિયંકા ચોપડા પહોંચી હતી. લગ્ન બાદ પ્રિયંકા કપિલ શર્માના શો પર તેની ફિલ્મ ‘ધ સ્કાય ઇઝ પિંક’ ના પ્રમોશન માટે પ્રથમ આવી હતી અને આ દરમિયાન તેણે કપિલ શર્માની ખુબ મજા લીધી હતી. પ્રિયંકાએ કપિલને ઘણા રમૂજી સવાલો પૂછ્યા હતા, જે સાંભળીને કપિલ પણ પોતાની સીટી-પિટ્ટી ગુમ થઇ ગઈ. જણાવી દઈએ કે આ મજાક હતી અને તેનો સૌએ ખુબ જ આનંદ માણ્યો હતો.

પ્રિયંકાએ કપિલને પૂછ્યું – ૨ કરોડ રૂપિયા કે ૬ સુંદર છોકરીઓ સાથે થાઈલેન્ડમાં બીચ હોલીડે? તમે બેમાંથી શું પસંદ કારસો? કપિલે કહ્યું – હું 2 કરોડ રૂપિયા લઈશ કારણ કે પાછળથી હું છોકરીઓ સાથે બીચ હોલીડે ખૂબ ઓછા બજેટ એટલે કે આશરે 60,000 રૂપિયાની ઉજવણી કરી લઈશ. કપિલનો આ જવાબ સાંભળીને બધા હસી પડ્યાં. પ્રિયંકાએ બીજો સવાલ પૂછ્યો હતો – જો તમને માં અને પત્ની બંને એકસાથે બોલાવે તો તમે પહેલા કોની પાસે જશો.
આ સવાલ નો જવાબ કપિલની માતાએ આપ્યો અને કહ્યું કે તે પહેલા પત્ની પાસે જશે. ત્રીજો સવાલ હતો – જો ગિન્ની અને કપિલની માતા વચ્ચે ઝગડો થઈ જાય તો કપિલ પહેલા કોને મનાવશે? કપિલની માતાએ આનો પણ જવાબ આપ્યો, કહ્યું – તે પહેલા તેની પત્નીને મનાવશે. દરેક જણ આ જોઈને હસ્યા અને કપિલે માતાને કહ્યું – તમે રાષ્ટ્રીય ટેલિવિઝન પર મારી બેજ્જાતી કરી રહી છો, લગ્ન પછી છોકરો બદલી જાય પરંતુ અહીં તો મારી માં જ બદલી ગઈ.
Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.