બેશક કોરોના વાયરસ રાત્રે જ નીકળતો નથી, એ રાત જેટલો જ દિવસે પણ સક્રિય હોય છે પરંતુ ગુજરાતની 6 કરોડ જનતાનાં હિતમાં રાત્રીની જેમ દિવસે પણ કર્ફ્યું લાદવો પરવડે તેમ નથી
કરફ્યૂનાં નામે ઠઠ્ઠા-મશ્કરી કરનાર ટીખળીઓને અપીલ: “થોડી કોમન સેન્સ (જો હોય તો) તો ઉપયોગ કરો!
દિવસે કર્ફ્યું લગાવવાથી નાના માણસનાં વેપાર-ધંધા પડી ભાંગે એટલું જ નહીં પરંતુ તેની લાખો લોકોની રોજીરોટી પર પણ અસર પડે તેમ છે.

ગુજરાતનાં તમામ લોકો દિવસ દરમિયાન કામકાજ કરવા ઘરની બહાર નીકળે એ જરૂરી છે પરંતુ બિનજરૂરી રીતે રાત્રીનાં સમયે બહાર ન નીકળે તે માટે રાત્રી કર્ફ્યું લગાવવામાં આવ્યો છે
ગુજરાતનાં કાર્યદક્ષ અને સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને ઉપમુખ્યમંત્રી નીતિનભાઈ પટેલની સોશિયલ મીડિયામાં એક મિમ ફરી રહ્યું છે કે, કોરોના રાત્રે જ નીકળે છે એવો આવિષ્કાર કરનારા બે મહાન વૈજ્ઞાનિકો! ગુજરાત અને તેના મુખ્યમંત્રી તથા ઉપમુખ્યમંત્રીનું અપમાન થાય તે પ્રકારની ઈમેજ બનાવી સોશિયલ મીડિયામાં વાઈરલ કરવામાં આવી છે. બેશક કોરોના વાયરસ રાત્રે જ નીકળતો નથી, એ રાત જેટલો જ દિવસે પણ સક્રિય હોય છે પરંતુ ગુજરાતની 6 કરોડ જનતાનાં હિતમાં રાત્રીની જેમ દિવસે પણ કર્ફ્યું લાદવો પરવડે તેમ નથી. દિવસે કર્ફ્યું લગાવવાથી નાના માણસનાં વેપાર-ધંધા પડી ભાંગે એટલું જ નહીં પરંતુ તેની લાખો લોકોની રોજીરોટી પર અસર પડે તેમ છે. તેથી જ રાજ્યની સંવેદનશીલ સરકારનો રાત્રી કર્ફ્યુંનો નિર્ણય નાના માણસો, વેપારીઓ, ધંધા-રોજગાર કરનારા લાખો ગુજરાતીઓના હિતમાં છે.

કામધંધા માટે દિવસે નીકળવું એ અનિવાર્યતા છે. રાત્રીભ્રમણ ટાળી શકાય છે. રાત્રે મસ્તીથી મહાલવું એ અનિવાર્યતા નથી. આપણે થોડાં દિવસ સંયમ જાળવી જઈએ તો આપણાં માટે જ સારું છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને તેમની સરકારનાં પ્રયાસોથી અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં કોરોના વાયરસનાં કેસ ઓછા છે. મહારાષ્ટ્ર અને દિલ્હીનાં પ્રમાણમાં ગુજરાતમાં કોરોના વાયરસની સમગ્ર પરિસ્થિતિ એકંદરે સારી છે અને કાબુમાં છે.

મહારાષ્ટ્ર-દિલ્હીમાં દરરોજ પાંચ આંકડામાં કોરોના કેસ આવે છે ત્યારે ગુજરાતમાં ચાર આંકડામાં જ કોરોનાનાં કેસ આવી રહ્યાં છે. મહારાષ્ટ્ર, દિલ્હીનાં કોરોના કેસ અનવા ગુજરાતનાં કોરોના કેસની સરખામણી કરીએ તો ગુજરાતમાં કોરોનાનાં કેસ નહિવત છે. મહારાષ્ટ્ર-દિલ્હીમાં પણ રાત્રી કર્ફ્યું અમલમાં છે તેમજ અન્ય રાજ્યોનાં કેટલાંક વિસ્તારોમાં સંપૂર્ણ લોકડાઉનની સ્થિતિ છે ત્યારે ગુજરાતમાં ૧૧ કલાક જેટલો કર્ફ્યું અમલમાં છે. આમ, કોરોના વાયરસનાં કેસમાં ઘટાડો આવે અને નાના માણસની રોજીરોટી પર પણ અસર ન પડે તેવી કામગીરી રાજ્યની સંવેદનશીલ રૂપાણી સરકાર કરી રહી છે. કેટલાંક લોકો રાત્રીનાં સમયે લોકો બેફીકર થઈ બિનજરૂરી રીતે રસ્તાઓ પર, રેસ્ટોરન્ટમાં કે બાગબગીચામાં નીકળતા હોય છે ત્યારે અજાણતા જ કોરોના સંક્રમણનો શિકાર બનતા હોય છે. ગુજરાતનાં તમામ લોકો દિવસ દરમિયાન કામકાજ કરવા ઘરની બહાર નીકળે એ જરૂરી છે પરંતુ બિનજરૂરી રીતે રાત્રીનાં સમયે બહાર ન નીકળે તે માટે રાત્રી કર્ફ્યું લગાવવામાં આવ્યો છે અને તેનો સમય પણ વધારવામાં આવ્યો છે.

નોંધનીય છે કે, આખા દેશમાં ખાસ કરીને મહારાષ્ટ્ર અને દિલ્હીમાં કોરોના કેસનો વિસ્ફોટ થયો છે તેમ છતાં જે રાજ્યમાં કોરોના વાયરસની સ્થિતિ કાબૂ બહાર છે ત્યાં પણ લોકડાઉન કરવામાં આવ્યું નથી. શરૂઆતથી લઈને હાલની સ્થિતિ જોતા મહારાષ્ટ્ર અને દિલ્હીમાં લોકડાઉનની ખાસ જરૂર છે તેમ છતાં એ રાજ્યોની સરકારે પણ પોતાના રાજ્યમાં સંપૂર્ણ લોકડાઉન કરવાનો નિર્ણય લીધો નથી. અન્ય રાજ્યોની જેમ જ ગુજરાતમાં પણ લોકડાઉન કરવું હિતાવક નથી તેમજ નાના માણસોનાં હિતમાં તો જરા પણ નથી. તેથી ગુજરાતની જનતાએ જાગૃત અને સમજદાર બની લોકડાઉનની અફવાઓમાં આવ્યા વિના રાત્રી કર્ફ્યુંનું ચુસ્તપણે અમલ કરવું જોઈએ. કોરોના વાયરસ સંક્રમણનાં બીજા તબ્બકામાં ઝડપથી કોરોનાનાં કેસ વધી રહ્યા છે ત્યારે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનાં નેતૃત્વમાં રાજ્ય સરકાર ઓછામાં ઓછા લોકો કોરોના સંક્રમિત થાય અને સંક્રમણ થયેલા લોકોને યોગ્ય-ત્વરિત સારવાર મળી રહે તે દિશામાં કામગીરી કરી રહી છે. વિશ્વભર સહીત ભારતમાં કોરોના મહામારીએ ફરી એકવખત માજા મૂકી છે ત્યારે કોરોના વાયરસનાં વધતા સંક્રમણને અટકાવવા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને તેમની સરકાર પ્રયત્નશીલ છે.
સોર્સ: ભવ્યા રાવલ
Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.