કોરોનાવાયરસથી બચવા માટે માત્ર કાળજી લેવી જરૂરી છે. જો તમે જાગૃત છો અને સાવધાની સાથે આગળ વધી રહ્યા છો, તો તમે આ સંકટની ઘડીમાં પોતાનું રક્ષણ કરી શકો છો. એવામાં જયારે તમે ઘરની બહાર નીકળો ત્યારે તમારે અમુક ખાસ વસ્તુઓનું ધ્યાન રાખવું પડશે તો ચાલો જાણીએ આ ખાસ વાત વિશે…

ઘરની બહાર નીકળતી વખતે, ધ્યાનમાં રાખો કે તમે માસ્ક પહેર્યું છે. તમારે સાર્વજનિક સ્થળે માસ્ક પહેરવું ખુબ જ જરૂરી છે જેથી તમે આ વાયરસથી પોતાને સુરક્ષિત કરી શકો. ઉપરાંત, ધ્યાનમાં રાખો કે જ્યારે તમે એકલા હોવ ત્યારે તે સમયે માસ્કનો ઉપયોગ ન કરો. તમારે ફક્ત ભીડવાળી જગ્યાએ માસ્કનો ઉપયોગ કરવો.

.

Image Credit

લિફ્ટનો ઉપયોગ કરતી વખતે અથવા ગેટ ખોલવા માટે તમારી આંગળીઓને સ્પર્શ કરવાનું ટાળો. તેના બદલે તમે તમારી કોણીનો ઉપયોગ કરી શકો છો. અને વધુ સારું એ રહેશે કે તમે તમારી સાથે ટીસ્યુ પેપર લઈને રાખો.

છીંક આવે છે કે ઉધરસ આવે છે ત્યારે તમારા મોં પાસે રાખો અને પછી તરત જ તેને કચરાપેટી માં ફેંકી દેવું. એક વખત વાપરેલું ટીસ્યુ પેપર બીજી વખત વાપરવું નહિ તેને તરત જ ફેંકી દેવું જોઈએ.

Image Credit

તમારા હાથ સાફ રાખો. આ માટે, તમે સેનિટાઈઝરનો ઉપયોગ કરી શકો છો. સેનિટાઇઝર તમારી સાથે રાખવાનું યાદ રાખો. કોઈ પણ બીજા વ્યક્તિના સ્પર્શમાં આવ્યા પછી તરત જ સેનીટાઈઝરનો ઉપયોગ કરો.

Image Credit

સામાજિક અંતરના નિયમોની અવગણના ન કરો. લોકોથી યોગ્ય અંતર જાળવવું. ધ્યાનમાં રાખો કે કોરોનાનો ખતરો હજુ ખતમ થયો નથી. દરેક નાની મોટી વાતમાં ખુબ જ ધ્યાન રાખવું જરૂરી છે.

ચહેરા પર વારંવાર હાથ અડાડવાનું ટાળો. મોટાભાગના લોકોને વારંવાર ચહેરા પર હાથ લગાવવાની ટેવ હોય છે. આ આદત બદલવી તમારા સ્વાસ્થ્ય માટે વધુ સારી છે. એવામાં બને ત્યાંસુધી ચહેરા પર હાથ લગાવવો નહિ.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *