ઘણા વર્ષો પહેલા નોરા ફતેહી ભારત આવી હતી. પરંતુ હવે તે ભારતમાં રહેતા ઘણા વર્ષો વીતી ગયા છે. આ બધા વર્ષોમાં, નોરાએ સખત મહેનત કરી, ખૂબ સંઘર્ષ કર્યો અને આજે તેણે એક અલગ સ્થાન પ્રાપ્ત કર્યું છે. પરંતુ આટલા વર્ષોમાં તેણે જે મેળવ્યું તે મેળવવું એટલું સરળ નહોતું. નોરાને પહેલા હિન્દી આવડતું ન હતું ત્યારે તેને ઘણી પરેશાનીઓનો સામનો કરવો પડ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Nora Fatehi (@norafatehi)

જણાવી દઈએ કે તેની કારકિર્દીના શરૂઆતના તબક્કામાં, નોરાને સ્ટ્રગલ દરમિયાન ખૂબ જ સહન કરવું પડ્યું હતું. એક સમય હતો જ્યારે નોરાએ આશા છોડી દીધી હતી અને પરત જવા માટે બેગ પણ પેક કરી દીધા હતા પરંતુ તેને હિંમત કરીને કિસ્મત પર ભરોસો રાખીને ફરી પ્રયત્નો કર્યા અને આ વખતે કિસ્મતે તેનો પૂરો સાથ આપ્યો.

 

View this post on Instagram

 

A post shared by Nora Fatehi (@norafatehi)

નોરા, જેણે સફળતાનો સ્વાદ ચાખ્યો છે પરંતુ તેનું ભૂતકાળ જોવામાં આવે તો તેને ઘણું સહન કર્યું છે.  નોરાએ એક ઇન્ટરવ્યુમાં સ્ટ્રગલના સમય વિશે ખુલ્લેઆમ વાત કરી હતી. તેણીએ કહ્યું છે કે તેણી કેવી પરિસ્થિતિમાંથી પસાર થઇ છે અને તેણે શું સહન કર્યું છે. એકવાર તેણીએ કહ્યું કે જ્યારે તે ઓડિશન આપવા ગઈ ત્યારે તેને મજાક ઉડાવવામાં આવતી હતી. ફક્ત તેઓની મજાક જ નહિ પરંતુ તેને સજા પણ મળતી હતી. તેનું કારણ તેમની ભાષા હતી. શરૂઆતમાં, જ્યારે નોરા ભારત આવી ત્યારે તે હિન્દી જરાય જાણતી ન હતી, પરંતુ જ્યારે તે ઓડિશન આપવા ગઈ ત્યારે તેને હિન્દી સ્ક્રિપ્ટ આપવામાં આવી. જે તે વાંચી શકી નહીં. અને તે વાંચી પણ લેતી તો પણ તેની મજાક ઉડાડવામાં આવતી.

 

View this post on Instagram

 

A post shared by Nora Fatehi (@norafatehi)

પરંતુ તેઓ કહે છે કે હિંમત કરવા વાળાની ક્યારેય હાર થતી નથી. અને નોરાએ હાર માની ન હતી. તેણીને તેના ભાગની સફળતા ન મળે ત્યાં સુધી તે સખત મહેનત કરતી હતી. આજે નોરાની ગણતરી સૌથી શ્રેષ્ઠ ડાન્સરમાં થાય છે. વળી, હવે નોરા પણ અભિનયમાં હાથ અજમાવવા તૈયાર છે. તે તેની લોકપ્રિયતા છે કે તે હવે અજય દેવગન જેવા સ્ટાર્સ સાથે  ભુજ: ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયામાં જોવા મળશે. નોરાએ તેના શરૂઆત ના દિવસોમાં ઘણું સહન કર્યું છે અને જયારે ભારતમાં નવી હતી ત્યારે તેના જીવનમાં ઘણી પરેશાનીઓનો સામનો પણ કર્યો છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *