ગઈકાલ રાતથી જાણીતા અભિનેતા અજય દેવગનને કથિત માર મારવાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, કિસાન આંદોલનને સમર્થન ન આપવા અને આ મુદ્દે સત્તાવાર રસાકસી ન કરવા બદલ ગઈકાલે રાત્રે કેટલાક લોકોને અજય દેવગણે દિલ્હીના પબની બહાર ખરાબ રીતે માર માર્યો હતો. જો કે આ વીડિયોમાં મારવામાં આવેલા વ્યક્તિનો ચહેરો સ્પષ્ટ દેખાઈ રહ્યો નથી, પરંતુ માર મારવામાં આવતી વ્યક્તિના આધારે, સોશ્યલ મીડિયા પર એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વ્યક્તિ બીજો કોઈ નથી પણ અજય દેવગન છે. જણાવી દઈએ કે ચહેરો સાફ દેખાતો ન હતો માત્ર લોકો અંદાજ લગાવી રહ્યા છે કે આ વીડીઓમાં અજય દેવગણને માર મારવામાં આવે છે.

પરંતુ મીડિયા કંપનીએ અજય ના અંગત માણસો સાથે સંપર્ક કરીને તપાસ કરી તો જાણવા મળ્યું છે કે તે વ્યક્તિ અજય દેવગણ નથી અને તેના નામ પર ખોટો અને ગેરમાર્ગે દોરતો વીડિયો ફેલાવવામાં આવી રહ્યો છે, એવામાં તેના પર ખાસ ધ્યાન આપવાની જરૂર નથી. અજય દેવગનના પ્રવક્તાએ ન્યૂઝને પોતાનો ખુલાસો આપતાં કહ્યું કે, “દિલ્હીના પબની બહાર લડતને લગતા મીડિયા અહેવાલો સંપૂર્ણપણે પાયાવિહોણા અને અસત્ય છે.” ન્યૂઝ એજન્સીઓ અને આ સમાચાર પ્રસારિત કરતા મીડિયાએ એ નોંધવું જોઇએ કે અજય દેવગન આખા સમયથી ‘મેદાન’ ‘મેડે’ અને ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ના શૂટિંગમાં વ્યસ્ત છે અને છેલ્લા 14 મહિનાથી તે દિલ્હીમાં પગ મૂક્યો નથી.’ તેથી તમને જણાવી દઈએ કે આ વાઈરલ વિડીઓમાં અજય દેવગણ જેવો દેખાતો કોઈ બીજો વ્યક્તિ છે અજય દેવગણ હાલમાં શૂટિંગ માં ખુબ જ વ્યસ્ત છે. એવામાં જાણકારી વગર આવા ખોટો વિડીઓ વાઈરલ કરવા જોઈએ નહિ.

 

View this post on Instagram

 

A post shared by Ajay Devgn (@ajaydevgn)

પ્રવક્તાએ વધુમાં કહ્યું કે, ‘અજય તેની જવાબદાર વર્તન અને સામાજિક શિષ્ટાચાર માટે જાણીતા છે, જે આ વીડિયો ફેક હોવાની પુષ્ટિ કરે છે. મીડિયાને વિનંતી છે કે તેઓ આ પ્રકારનાં સમાચારો ચલાવવા પહેલાં તેની પ્રામાણિકતા તપાસો. નોંધનીય છે કે આ મહિનાની શરૂઆતમાં, મુંબઈના ગોરેગાંવ વિસ્તારમાં એક વ્યક્તિએ અજય પર ખેડૂત વિરોધી હોવાનો આરોપ લગાવ્યો હતો અને તેની કારને વચ્ચેના રસ્તા પર અટકાવી દીધી હતી. આ વ્યક્તિની પાછળથી મુંબઈ પોલીસે ધરપકડ કરી હતી. જો કે આ મામલો વધુ આગળ વધ્યો નથી અને અજય ને કાઈ પણ થયું નથી.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *