કોમેડી કિંગ કપિલ શર્મા રમૂજની સારી સમજ માટે જાણીતો છે. કપિલ શર્મા તેનો શો લાવે તે દિવસે તે લાઈમલાઇટમાં રહે છે. આ દરમિયાન કંગના રાનાઉતનો એક વીડિયો ઘણા લોકોનું ધ્યાન આકર્ષિત કરી રહ્યો છે, જેમાં કંગના કપિલ શર્માના શોમાં નવજોત સિંહ સિદ્ધુ સાથે એન્ટ્રી કરતી જોવા મળી રહી છે. કંગનાની એન્ટ્રી દરમિયાન નવજોત સિંહ સિદ્ધુ તેની કવિતાઓથી તેમનું સ્વાગત કરતા જોવા મળે છે, ત્યારબાદ કપિલ શર્મા નવજોતને કહે છે, ‘જ્યાં છોકરી જોઈ તમે પાર્ટી બદલી દીધી.’ જો કે આ બધું મજાક મસ્તીમાં થયેલું.

કપિલ શર્મા આગળ કહે છે, ‘જીંદગીમાં તમે ક્યારેય ખુરશી છોડીને ક્યાય ગયા નથી અને કંગનાને લેવા માટે તેના ઘરે ચાલ્યા ગયા. જે પછી કંગના કપિલને યોગ્ય જવાબ આપે છે – એવું કંઈ નથી. મેં સિદ્ધુ જીને કહ્યું હતું કે કપિલ બઉ ફલર્ટ કરે છે અને મારી સલામતી માટે તમે મારી સાથે ચાલો. ”જે બાદ કપિલ શર્માની બોલતી બંધ થઇ ગઈ. આ વિડિઓને અત્યાર સુધીમાં 8 મિલિયનથી વધુ વ્યુઝ મળી ચુક્યા છે. વિડીઓ ખુબ જ વાઈરલ થઇ રહ્યો છે અને લોકો ખુબ જ પસંદ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Kangana Ranaut (@kanganaranaut)

વર્કફ્રન્ટની વાત કરીએ તો કપિલ શર્મા તેની આગામી ફિલ્મ અને વેબ સિરીઝના શૂટિંગમાં વ્યસ્ત છે. કંગનાની વાત કરીએ તો તાજેતરમાં તેને ‘મણિકર્ણિકા: ધી ક્વીન ઓફ ઝાંસી’ અને ‘પંગા’ ફિલ્મ્સ માટે બેસ્ટ એક્ટ્રેસનો રાષ્ટ્રીય એવોર્ડ મળ્યો છે. કંગના તેના નિવેદનો ને લઈને અવારનવાર ચર્ચાઓમાં રહે છે, કંગનાને જ્યાં સચ્ચાઈ દેખાઈ ત્યાં તેના મત મુજબ નિવેદન આપતી રહે છે અને ઘણા લોકો તેને ટ્રોલ પણ કરે છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *