બોલિવૂડ એક્ટ્રેસ અને બિગ બોસ સીઝનની 14 સ્પર્ધક રાખી સાવંતે શો પુરો થયા બાદ લોકો સાથે ઘણા અંગત અનુભવો શેર કર્યા છે. તેને ઇન્ડસ્ટ્રીઝમાં ઘણા બધા સારા અને ખરાબ અનુભવો થયા છે તેના વિશે રાખીએ હાલમાં જ વાત કરી હતી અને કહ્યું હતું કે તે પહેલા અંગ્રેજી જાણતી ન હતી. તેના નબળા અંગ્રેજીને કારણે લોકો તેની મજાક ઉડાવતા હતા અને તેને પસંદ કરતા ન હતા.

Image Credit

તેમના એક તાજેતરના ઇન્ટરવ્યુમાં રાખીએ કહ્યું હતું કે, ‘એક સમય હતો જ્યારે કેટલાક લોકો મને બિલકુલ પસંદ કરતા ન હતા. તેઓ મારી અંગ્રેજી માટે મારી મજાક ઉડાવતા. રાખીએ કહ્યું, ‘જોકે મેં તેમના શબ્દો પર ધ્યાન આપ્યું નહીં. મને ખાતરી છે કે એક દિવસ લોકો મારી પ્રતિભાને આવશ્યકતા માનશે અને મને માન અને પ્રેમ આપશે. રાખીએ કહ્યું, ‘એક દિવસ મેં નક્કી કર્યું કે હું દરીસ નહિ અને હિંમત હારીશ નહીં. મેં કઠણ હદય રાખીને દરેક મુશ્કેલીનો નિશ્ચિતપણે સામનો કરવાનું ધરી જ લીધું.

Image Credit

ઇન્ટરવ્યૂ દરમિયાન રાખીએ કહ્યું, ‘એક સમય એવો હતો જ્યારે લોકો મારા ચહેરા અને શરીરની મજાક ઉડાવતા હતા. એટલું જ નહીં, ફોટોગ્રાફરોએ પણ મારી તસવીરો લેવાની ના પાડી હતી જે મને આજે પણ યાદ છે. રાખીએ કહ્યું કે તે ખરાબ સમયને યાદ રાખવા નથી માંગતી અને હવે તે ખૂબ જ ખુશ છે. જ્યારે બિગ બોસને લગતા પ્રશ્નો પૂછવામાં આવતા, રાખીએ કહ્યું, ‘બિગ બોસના ઘરે મને ઘણો પ્રેમ મળ્યો. લોકો હવે મારા નામથી જાણીતા છે. રાખીને સલમાન ભાઈએ પણ ખુબ જ માન આપ્યું છે અને સલમાનને રાખી પ્રત્યે ખુબ જ લાગણી છે.

Image Credit

હું ખૂબ ખુશ હતી. હું ખુશ છું કે મારા ચાહકો મારું ઘણું સમર્થન કરે છે, મને ખૂબ જ પ્રેમ કરે છે. જણાવી દઈએ કે શો છોડ્યા બાદ રાખી સાવંત તેની માતા સાથે સમય વિતાવી રહી છે. રાખીની માતા કેન્સરથી પીડાય છે અને હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી છે. જાણવા મળ્યું છે કે સલમાન ખાને તેની માતાની સારવાર માટે રાખીને મદદ પણ કરી છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *