કેટરીના કૈફ પણ ઘણા સ્ટાર્સની જેમ કોરોના લોકડાઉન પછી કામ પર પરત ફરી છે. તે છેલ્લા કેટલાક સમયથી ફરહાન અખ્તરના નિર્માણમાં બનેલી ફિલ્મ ‘ફોન ભૂત’ના શૂટિંગમાં વ્યસ્ત છે. ગુરુવારે પોતાનો નવો લુક શેર કરતી વખતે તેણે તેના નવા લુકની તસવીર શેર કરી હતી, જોકે તેણે ફિલ્મનું નામ હજુ જાહેર કર્યું નથી. કેટરીના આ નવા લૂકસની ચર્ચાઓ ચારેબાજુ થઇ રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Katrina Kaif (@katrinakaif)

કૈટરિના કૈફે તેના નવા હેરકટની તસવીર શેર કરી અને લખ્યું, નવો દિવસ, નવી હેરકટ અને નવી ફિલ્મ. નવી હેરસ્ટાઇલની વાત કરીએ તો, કેટરિના કૈફ ખભાની લંબાઈ ખુલ્લા વાળમાં જોવા મળી રહી છે. તેણે બ્લુ ટોપ અને ડેનિમ શોર્ટ્સ પહેરેલ છે. કહેવાની જરૂર નથી કે કેટરિના કૈફ આ લુકમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. કેમ કે કટરીના આમાં ખુબ જ સુંદર લાગી રહી છે.  આ નવા લુક પર ટિપ્પણી કરતા તેમની બહેન ઇસાબેલ કૈફે લખ્યું કે, લવ ઇટ. મનીષ મલ્હોત્રાએ લખ્યું, ખૂબસુરત. પ્રીતિ ઝિંટાએ પણ ઇમોજી બનાવીને કેટરિનાના લુકની પ્રશંસા કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Katrina Kaif (@katrinakaif)

આ વર્ષની વાત કરીએ તો કેટરિના સિદ્ધંત ચતુર્વેદી અને ઇશાન ખટ્ટર સાથે ‘ફોન ભૂત’માં જોવા મળશે. કેટરીના ની આ ફિલ્મ હીટ જાય એવી સંભાવનાઓ લગાવવામાં આવી રહી છે, આમ તો કેટરીનાની દરેક ફિલ્મો સુપરહિટ જ જાય છે. તે એક હોરર કોમેડી ફિલ્મ હશે. હાલમાં જ જયપુરમાં ફિલ્મનું શૂટિંગ પણ યોજવામાં આવ્યું હતું. આ ફિલ્મ સિવાય કેટરીના અક્ષય કુમાર સાથે બહુ રાહ જોઈ રહેલ ફિલ્મ ‘સૂર્યવંશી’ માં જોવા મળશે, જે ગયા વર્ષે માર્ચમાં રિલીઝ થવાની હતી, પરંતુ કોરોના લોકડાઉનને કારણે, આ ફિલ્મ અટકી ગઈ છે અને હજુ સુધી રીલીઝ થઇ નથી.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *