ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યા અને અભિનેત્રી નતાશા સ્ટેનકોવિચે વર્ષ 2020 માં તેમના ચાહકોને એક સુંદર સરપ્રાઈઝ આપી હતી જ્યારે આ કપલે સોશિયલ મીડિયા પર એક બીજાને પ્રપોઝ કરવાની તસવીર શેર કરી હતી. જે ફેંસને ખુબ જ પસંદ આવી હતી. આ સમાચારો ઘણા સમય સુધી હેડલાઈનમાં રહ્યા હતા.

બાદમાં બંનેએ તેમના સંબંધોને લગ્નમાં પરિવર્તિત કર્યા હતા અને તે પછી તેના ઘરે નાના મહેમાને આગમન કર્યું. ચાલો તમને જણાવી દઈએ કે, નતાશાએ 30 જુલાઈ 2020 ના રોજ તેના પુત્રને જન્મ આપ્યો હતો, જેનું નામ અગસ્ત્ય રાખ્યું છે. અગસ્ત્યના જન્મ પછી, જ્યારે હાર્દિક અને નતાશા બંનેએ પુત્રની તસ્વીરો શેર કરવાની કોઈ તક છોડી નથી. અવારનવાર બંને તેના ક્યુટ દીકરા સાથે તસ્વીરો શેર કરતા રહે છે.

Image Credit

તાજેતરમાં જ નતાશાએ તેના ઈંસ્ટાગ્રામ પર પુત્ર સાથે એક ફોટો શેર કર્યો છે, જેમાં માતા-પુત્રનું ખાસ બોન્ડીંગ જોઇ શકાય છે. આ ફોટામાં તેનો પ્રિય અગસ્ત્સ નતાશાના ખોરામાં છે.  માતાના ખોળામાં પુત્ર અગસ્ત્યની પ્રિય સ્મિત ચાહકોનું હૃદય જીતવા માટે પૂરતું છે. હાર્દિક નો લાડલો પણ પોઝ આપવામાં કોઇથી પાછળ નથી. તેની દરેક તસ્વીરોમાં જોરદાર પોઝ આપે છે.

લુક વિશે વાત કરીએ તો નતાશા બ્લુ ડેનિમ અને વ્હાઇટ પોશાકમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. આ ફોટા પર ટિપ્પણી કરતાં હાર્દિકે લખ્યું છે કે ‘મેરે એન્જલ્સ’, તેણે તેની સાથે હાર્ટ ઇમોજી પણ શેર કર્યો છે. હાર્દિક અને નતાશાનો પ્રેમ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. બને તેના દીકરાને ખુબ જ પ્રેમ કરે છે.

Image Credit

થોડા દિવસો પહેલા નતાશાએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક ફોટો શેર કર્યો હતો જેમાં અગસ્ત્ય તેની માતા સાથે સ્વિમિંગ પૂલમાં દેખાયો હતો. આ ફોટામાં અગસ્તયે બ્લુ શોર્ટ્સ પહેરેલ છે. બીજી તરફ નતાશા બ્લેક સ્વિમસ્યુટમાં જોવા મળી હતી.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *