આપણા બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની ખૂબ જ સુંદર અને પરફેક્ટ અભિનેત્રી આલિયા ભટ્ટ હંમેશા ચર્ચાઓમાં રહે છે અને આલિયા ભટ્ટ એ બોલિવૂડ અભિનેત્રી છે જેણે ખૂબ જ ટૂંકા સમયમાં ઈન્ડસ્ટ્રીમાં એક અલગ ઓળખ બનાવી છે અને આજના સમયમાં આલિયા ભટ્ટ બોલિવૂડની ટોચની અભિનેત્રીઓની યાદીમાં સામેલ થઇ ચુકી છે, તેણે પોતાની અભિનય કારકિર્દીમાં એક કરતા વધારે સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે અને ઇન્ડસ્ટ્રીમાં ઘણી લોકપ્રિયતા હાંસલ કરી છે.

Image Credit

આલિયા ભટ્ટ આ દિવસોમાં બોલીવુડના પ્રખ્યાત અભિનેતા રણવીર કપૂર સાથે ડેટ કરી રહી છે અને ચાહકોને તેમની જોડી ખૂબ પસંદ આવી રહી છે, તમને જણાવી દઈએ કે રણવીર કપૂરને ડેટ કર્યા પહેલા આલિયા ના નામ ઘણા વ્યક્તિઓ સાથે જોડાઈ ચુક્યા છે અને આજે અમે તમને કેટલાક વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેનું આલિયા સાથે ચક્કર ચાલી ચુક્યું છે, જેના વિશે તમે ભાગ્યે જ જાણતા હશો, તો ચાલો જાણીએ આ યાદી….

જુગલ હંસરાજ :

Image Credit

આ યાદીમાં પહેલું નામ જુગલ હંસરાજનું છે અને આલિયાને બાળપણથી જ જુગલ હંસરાજ ખૂબ ગમતી હતી અને આલિયાએ તેના એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે જ્યારે તેણે જુગલને પહેલીવાર જોયો ત્યારે આલિયા ની બોલતી બંધ થઇ ગઈ હતી. પહેલી જ નજરે તે જુગલ ને દિલ આપી બેથી હતી અને છુપાઈ છુપાઈ ને તેને જોયા કરતી હતી.

અલી દાદરકર :

Image Credit

જણાવી દઈએ કે આ સૂચિમાં બીજું નામ અલી દાદરકર નું છે અને સાથે જણાવી દઈએ કે આલિયાએ બોલીવુડ માં એન્ટ્રી કરી તે પહેલા અલી ને ડેટ કરી ચુકી છે. આ સંબંધ વધુ ચાલ્યો નહિ અને થોડા સમયમાં જ બંનેનું બ્રેકઅપ થઈ ગયું.

સિદ્ધાર્થ મલ્હોત્રા :

Image Credit

આલિયા ભટ્ટનું નામ બોલિવૂડના જાણીતા અભિનેતા સિદ્ધાર્થ મોલ્હોત્રા સાથે પણ સંકળાયેલું છે અને જ્યારે તે ફિલ્મ ‘સ્ટુડન્ટ ઓફ ધ યર’ના શૂટિંગ દરમિયાન હતા ત્યારે બંને એકબીજાની નજીક આવી ગયા હતા અને તેમના અફેરે ઘણી બધી હેડલાઇન્સ બનાવી હતી.પરંતુ થોડા સમય પછી આલિયા અને સિદ્ધાર્થ તેમની કારકિર્દી પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે એકબીજાથી અલગ થઈ ગયા. જો કે આ એક બહાનું માનવામાં આવે છે. પરંતુ બંનેએ આ સચ્ચાઈ જણાવી હતી.

વરુણ ધવન :

Image Credit

આ યાદીમાં આગળનું નામ વરુણ ધવનનું છે અને આલિયા વરૂણ ધવન સાથે ઘણી ફિલ્મોમાં કામ કરી ચુકી છે અને ઘણી વખત તેમના અફેરના સમાચારોએ ઘણી હેડલાઈન બનાવી હતી પરંતુ વરુણ ધવન તે દિવસે નતાશા દલાલને ડેટ કરી રહ્યો હતો જેના કારણે આ બંનેના સંબંધો ટક્યા નહિ અને આલિયાએ વરુણ સાથે બ્રેકઅપ કરી લીધું. હવે વરુને નતાશા સાથે લહણ પણ કરી લીધા છે.

અર્સલાન :

Image Credit

આલિયા ભટ્ટે અર્સલાન નામના વ્યક્તિ વિશે તેના ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે બંને એકબીજાને ડેટ કરી ચુક્યા છે.  પરંતુ તેમનો સંબંધ લાંબો સમય ટકી શક્યો નહીં અને બંનેએ બ્રેકઅપ કરી લીધું.

રણબીર કપૂર :

Image Credit

હાલના સમયની વાત કરીએ તો આ દિવસોમાં આલિયા ભટ્ટ રણવીર કપૂર સાથે ડેટ કરી રહી છે અને ઘણીવાર આલિયા તેના ફેમિલી ફંક્શનમાં અને રણવીર સાથેની પાર્ટીઓમાં સામેલ રહે છે અને એવું કહેવામાં આવી રહ્યું છે કે આ બંને જલ્દી લગ્ન કરવા જઇ રહ્યા છે. હવે જોવાનું એ રહેશે કે બંનેનો સંબંધ ટકે છે કે કેમ? બંને લગ્ન કરશે કે કેમ? એ તો સમય જ બતાવશે…

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *