બોલિવૂડના પાવર કપલ તરીકે જાણીતા મલાઇકા અરોરા અને અરબાઝ ખાને 2017 માં તેમના 18 વર્ષ જુના સંબંધને સમાપ્ત કરીને બધાને આશ્ચર્યચકિત કરી દીધા હતા. છૂટાછેડા પછી અરબાઝે એક મુલાકાતમાં મલાઈકા સાથેના તેના સંબંધોની ઘણી વાતો શેર કરી હતી. અરબાઝે કહ્યું હતું કે ભલે તે મલાઈકાથી છૂટાછેડા લીધા હોવા છતાં, એનો અર્થ એ નથી કે તેઓ એક બીજાને નફરત કરે છે.

Image Credit

અરબાઝે કહ્યું હતું કે, અમે ઘણાં વર્ષો એક સાથે વિતાવ્યા છે અને ઘણી યાદોને શેર કરી છે. સૌથી મહત્વની વાત એ છે કે અમે એક પુત્રના માતાપિતા છીએ, તેથી એકબીજા પ્રત્યે આદર છે. અમારી વચ્ચે કંઈક એવું હતું જે આગળ વધી શક્યું નહીં અને અમે અલગ થઈ ગયા, પરંતુ તેનો અર્થ એ નથી કે અમે એક બીજાને નફરત કરીએ છીએ. અમે પરિપક્વ વ્યક્તિત્વના લોકો છીએ અને અમે છૂટાછેડાને આદર અને સન્માન સાથે વ્યવહાર કર્યો છે. અમે આજે પણ સારા મિત્રો છીએ. અમે એકબીજા પર ક્યારેય ગુસ્સો કે નફરત ની ભાવના રાખતા નથી.

Image Credit

અરબાઝે કહ્યું કે તેનો પુત્ર અરહાન તેમને એકબીજા સાથે જોડાયેલા રાખવામાં મદદ કરે છે. જ્યારે તે મોટો થશે, બધું સારું થશે. અરબાઝે વધુમાં કહ્યું કે, મલાઇકાના પરિવાર સાથે મારો સંબંધ હજી ઘણો સારો છે. અમે એક છત હેઠળ નથી રહેતા પરંતુ અમારો પુત્ર અમને જોડી રાખે છે. પુત્ર અમને જોડાયેલ રાખવા ઘણી કોશિશો કરે છે.

Image Credit

તેમજ મલાઇકાએ છૂટાછેડા પર આપેલા એક ઇન્ટરવ્યુમાં કહ્યું કે, અમે અમારા સંબંધોને બચાવવા માટે તમામ પ્રયાસ કર્યા પરંતુ તે પછી નિર્ણય કર્યો કે આપણે અલગ થવું જોઈએ કારણ કે આપણે એક સારા વ્યક્તિ બનવા માંગીએ છીએ. સંબંધ તોડવા પાછળ કોઈ ઝગડો કે એવું નથી અમે ઘણી સમજદારી થી અલગ થયા છીએ.

Image Credit

મલાઈકાએ વધુમાં કહ્યું કે, અમે એવી સ્થિતિમાં અટવાઈ ગયા હતા કે તેઓ એકબીજાથી ખૂબ નારાજ હતા અને આજુબાજુના લોકો પણ આનાથી ખૂબ પ્રભાવિત હતા. મલાઈકા-અરબાઝના છૂટાછેડા પછી પુત્ર અરહાનની કસ્ટડી મલાઈકા પાસે છે. જો કે અરહાનને તેના પિતા સાથે ખુબ જ સારા સંબંધો છે. પુત્ર પિતાનું બોન્ડિંગ જોરદાર છે. બંને એકબીજા સાથે સમય પણ પસાર કરે છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *