આપણે સમાન્ય રીતે જોતા જ હોઈએ છીએ કે દર વર્ષે મોટાભાગના યુવાનોના લગ્ન થઈ જતા હોય છે. કોઈ પણ માણસે એક દિવસ લગ્નજીવનમાં ક્યારેક ને ક્યારેક જોડાવું પડતું હોય છે. કેટલાક કેસોને બાદ કરતા. તો લગ્ન થઇ ગયા બાદ મોટાભાગના પુરુષો અને સ્ત્રીઓ એકબીજાથી ખુબ જ નજીકથી સંકળાયેલા હોય છે. પણ આજે અમે તમને એક અપવાદ વાત કહીશું. જે આજે એક સામાન્ય બાબત કહેવામાં આવે છે. આજે પુરુષોમાં એક આદત સામાન્ય જોવા મળે છે . કોઈ યુવાનના મેરેજ થઇ ગયા હોય તેમ છતાં પણ તે બીજી સ્ત્રીઓ અથવા તો છોકરીઓની સામે જોતા હોય અથવા તો ઘૂરતા હોય છે. પુરુષોની આ ખરાબ ટેવથી તેની પણ ઘણી વાર નારાજ પણ થઇ જતી હોય છે. અને ઝગડાઓ પણ થતા હોય છે.

Image Credit

તો દોસ્તો આજે તમને કહીશું કે યુવાનોનું આવું કરવા પાછળનું મોટું કારણ શું હોય છે. શા માટે તે પોતાની સુંદર તથા સુશીલ પત્ની હોવા છતાં બીજી સ્ત્રીઓ સામે નજર કરતા હોય છે. આ લેખના છેલ્લે એ પણ જણાવીશું કે સ્ત્રીઓ એ તેના પતિને આવું કરતા રોકવા શું કરવું જોઈએ. તો આ બાબત આજે પુરુષનો સ્વભાવ બનીને સામે આવી ગયો છે. તો આવું કરવા પાછળનું સાચું કારણ આજે અમે આ લેખમાં તમને કહીશું. માટે જાણો આ લેખમાં છેલ્લે સુધી.

દોસ્તો હમણાં મોટાભાગના પુરુષોની તથા મનુષ્યોની એવી ફિતરત હોય છે કે જે વસ્તુ તેની પાસે નથી હોતી તેને જ મેળવવાની સતત તથા હંમેશા ઘૂરતા હોય છે. પછી તે પૈસા હોય, ગાડી હોય, મકાન હોય, કે કોઈ સ્ત્રી હોય અથવા તો કોઈ પુરુષ હોય. જે પોતાની પાસે નથી હોતું તેની હમેશા ચાહ હોય છે જે હોય છે તેની કદર નથી હોતી. દોસ્તો કેટલાક પુરુષો એવા હોય છે જેને હંમેશા સુંદર, યુવાન તથા પાતળી છોકરીઓની તલાશ રહેતી હોય છે. જો આવા સપનાઓમાં જીવનાર માણસની પત્નીમાં જો કોઈ ગુણવત્તા ઓછી હોય તો તે પુરુષની નજર બીજી સ્ત્રી કે છોકરી પર ભટકતી રહે છે.

Image Credit

દોસ્તો કોઈ પણ સ્ત્રી સર્વગુણ સંપન્ન ગણી શકાય નહિ. એટલે દરકે ગુણો સુંદરતાના યુવતીઓમાં હોય તેવું બનવું પણ ભારે હોય છે. ઘણી વખત કોઈ પત્ની સુંદર હોય તો અમુક ગુણોની કેટલીક ખામી હોય, તો ક્યારેક ગુણો હોય તો થોડી સુંદરતાની ખામી હોય. પરંતુ તેનો સીધો અર્થ એવો નથી કે બીજી કોઈ સ્ત્રી કે છોકરીને વાસના સાથે જોવી.

આ સિવાય કેટલીક પુરુષોની આદત હોય છે કે પત્ની મળ્યા પછી પણ બીજી કોઈ સ્ત્રી કે છોકરી માટે સરળતાથી મનમાં લડ્ડુ ફૂટવા માંડતા હોય છે. તે કોઈ પણ પરિસ્થિતિમાં બીજી સ્ત્રીઓ સાથે જોડાવા માંગતા હોય છે અને ત્યાં પ્રયત્નો પણ કરતા હોય છે. ઘણા યુવાનો સ્ત્રીઓ પ્રત્યે સહજ લાગણી પણ રાખતા હોય છે અને તેવા પુરુષ ખુબ જ ઝડપથી સ્ત્રીની વાતો પરથી પીગળી જાય છે. તો તેવા પુરુષો પણ પત્ની હોવા છતાં બીજી સ્ત્રીઓને જોતા હોય છે. જેમાં ફક્ત એક સહજતા હોય છે. કોઈ આડસંબંધની આશા ક્યારેય નથી હોતી.

Image Credit

ઘણી વખત પુરુષો સ્ત્રીઓના ડ્રેસિંગને પણ દેખતા હોય છે. બીજી સ્ત્રીઓના ડ્રેસિંગ સેન્સ પુરુષોને ઘણી વખત મંત્રમુગધ કરી દેતા હોય છે. પુરુષો ત્યાર પછી પોતાની પત્નીના ડ્રેસિંગને પણ એ રીતે જોવા ઈચ્છતા હોય છે. પુરુષો બીજી સ્ત્રીના ડ્રેસિંગ સેન્સ તથા વ્યવહાર પરથી પોતાની પત્નીને પણ સજેશન આપવા માટે જોતા હોય છે. આ સિવાય પુરુષો સ્ત્રીઓ પર કેવા ઘરેણાં, કપડાં સુટ થાય છે એ પણ જોતા હોય છે. જેથી કરીને પોતાની પત્નીને શું ગીફ્ટમાં આપી શકાય તે ક્યારેક ક્યારેક નક્કી કરી શકે.

ઘણી વખત યુવાનો એવું પણ ઇચ્છતા હોય છે કે જ્યારે કોઈ પુરુષ બીજી સ્ત્રી સામે જુવે અને તેની પત્નીને થોડીક જલન થાય. તો આ વાતથી પણ પુરુષો ક્યારેક ક્યારેક ખુશ થાય છે અને જાણી લેતા હોય છે કે તેની પત્ની હજુ તેને કેટલો સુધી પ્રેમ કરે છે. આ રીતે પુરુષોને પત્નીને જલન ફીલ કરાવવાની મજા આવી જતી હોય છે. તેથી તેઓ જાણી જોઇને તેઓ પોતાની પત્નીની હાજરીમાં પણ બીજી સ્ત્રીઓ પર નજર કરતા હોય છે. જે કોઈ વાસનાની દ્રષ્ટિએ ન જોતા હોય પણ ખાલી પત્નીનું રેએક્શન જોતા હોય છે.

Image Credit

પરંતુ દોસ્તો આજકાલ બધા જ પુરુષો જોવા ફકતથી સ્ત્રીઓને નથી ઘૂરતા હોતા. આપણા સમાજમાં એવા ઘણા યુવાનો જે પોતાની પત્ની હોવા છતાં પણ બીજી સ્ત્રીઓ સાથે સંબંધો બનાવવા માંગતો હોય છે. આવા પુરુષો આજ સમાજમાં ખુબ જ વધી રહ્યા છે. તે પુરુષો પોતાની પત્નીને પણ પોતાન અફેરથી જાણકારીથી બને એટલા દુર રાખતા હોય છે. તો આવા પુરુષો સ્ત્રીઓ સામે મોટા ભાગે વાસનાની દ્રષ્ટિથી ઘૂરતા હોય છે.

ઘણા કિસ્સામાં એવું પણ બને કે પત્ની ઘણી વખત કેટલીક વાતમાં પતિને રોજબરોજ રોકટોક કરતી હોય છે. કેમ કે તેને  પતિની ખુબ જ વધુ ચિંતા હોય છે, જેના લીધે તે સલાહ અથવા રોકટોક કરતી હોય છે. પરંતુ ઘણી વખત બીજી મહિલાઓ આવી બાબતમાં સપોર્ટ કરતી હોય છે. જેના લીધે તે વધુ બીજી સ્ત્રી તરફ આકર્ષાય છે. એવા પુરુષને એવું લાગે છે કે આ સ્ત્રીનો સ્વભાવ કેટલો સારો છે, એ મને સમજી શકે છે, જ્યારે વાસ્તવિકતા અલગ જ હોય છે. પત્ની કરતા વધારે પતિને કોઈ ન સમજી શકે. પરંતુ પુરુષો પત્નીને અણસમજુ વિચારી યુવાન પોતાના પગ પરજ કુહાડી મારી બેસતો હોય છે. જે તેને આગળ મોટી મુશ્કેલીમાં પણ મૂકી શકે છે. તો પુરુષોએ બહારની સ્ત્રીઓમાં ગુણો શોધવાને બદલે પોતાની યુવતીના ગુણોને જોવા જોઈએ.

Image Credit

હવે વાત એ છે યુવતીઓ એ પોતાના પતિને આવું કરતા અટકાવવા શું કરવું જોઈએ ! ઘણી વખત સ્ત્રીઓ આ વાત પાછળ ખુબ જ હેરાન હોય છે અને બનતા પ્રયત્ન પણ કરતી હોય છે. પણ ઘણા ખરા પુરુષ જ એવા હોય છે જેને સંતોષ નામની વસ્તુ જ પ્રાપ્ત નથી થતું અને સ્ત્રી કરે પણ શું, પુરુષો પોતાની યુવતીને ખબર જ નથી પાડવા દેતા કે એ બહાર બીજી સ્ત્રીને જોવે છે . એટલે પત્નીને એમ થાય કે મારા પતિ મારામાં સંતુષ્ટ છે અને ખુશ છે. સ્ત્રીએ પોતાના પતિની જરૂરિયાત અને એની પસંદ ખાસ જાણવી જોઈએ, તેને કઈ વસ્તુમાં મજા આવે છે,  એ ક્યાં બાબતે બહાર બીજી સ્ત્રીને જોયા કરે છે, તે સ્ત્રીનો પહેરવેશ, તેનો સ્વભાવ, તેની સુંદરતા, તે સ્ત્રીનો હસતો ચહેરો વગેરે. આ બધી વસ્તુનો ખ્યાલ જો સ્ત્રી રાખે તો ક્યારેક પતિ બીજી સ્ત્રી તરફ ક્યારેય આકર્ષતો નથી.

પણ દોસ્તો હવે પ્રશ્ન એવો થાય કે જયારે પુરુષ બીજી પત્ની ઉપરાંત અન્ય સ્ત્રીઓ સામે જુવે, તો પત્ની પર તેની અસર કેવી પડે. તો દોસ્તો જ્યારે કોઈ સ્ત્રી પોતાનો સમગ્ર પરિવાર છોડીને, પોતાનું બધું જ છોડીને જે યુવક સાથે મેરેજ કરે છે. પણ જો પુરુષ આવી આદતો રાખે તો ક્યારેય કોઈ પણ પત્નીને પસંદ નથી હોતું. કેમ કે પોતાની જગ્યા પતિ સામે કોઈ બીજી સ્ત્રી લે એ ક્યારેય પણ પત્નીને નથી ગમતું હોતું. પરંતુ જ્યારે આવા પરણિત પુરુષો બીજી સ્ત્રીઓને ઘૂરતા હોય છે તેની જાણ તેની પત્નીને થાય તો એ પણ પોતાના પતિનું ધ્યાન ખેંચી શકે તેવું આકર્ષણ ઉભું કરવાના પ્રયત્ન કરતી હોય છે…

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *