મિત્રો, જ્યોતિષશાસ્ત્રમાં અભિજીત નક્ષત્રને ગણતા કુલ ૨૮ નક્ષત્રોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તમામ નક્ષત્રોની પોતાની લાક્ષણિકતાઓ હોય છે અને તેની અસર તે ચોક્કસ નક્ષત્રમાં જન્મેલા લોકો પર પણ જોવા મળે છે. જ્યોતિષશાસ્ત્રમાં પાંચમું નક્ષત્ર અત્યંત શુભ અને વિશેષ માનવામાં આવે છે. આ નક્ષત્રમાં જન્મેલા લોકો સામાન્ય રીતે સુખદ જીવન જીવે છે અને પોતાની રીતે જીવનમાં વધુ સારું સ્થાન મેળવે છે. જો તમે તેમના ગુણો જાણતા હશો, તો તમે તેમના પર આંધળો વિશ્વાસ કરશો. આવો જાણીએ આ નક્ષત્ર વિશે.

image source

વૈદિક જ્યોતિષ મુજબ મૃગશિરા નક્ષત્ર પાંચમા સ્થાને આવે છે. તેની ઉત્પત્તિની એક કથા છે કે, એકવાર પ્રજાપિતા બ્રહ્માનો મોહ તેમની પોતાની પુત્રી પર જાગૃત થઇ ગયો. જેના કારણે ભોલેનાથ ક્રોધિત થયા અને તેમણે બ્રહ્મદેવ પર બાણ ચલાવ્યુ. પ્રજાપતિ બ્રહ્મા ખૂબ જ ભયભીત થઇ ગયા હતા અને પ્રભુ શિવના આ સ્વરૂપને જોઈને આકાશ તરફ દોડ્યા. જ્યારે તેમને કોઈ રસ્તો ના મળ્યો ત્યારે તે આકાશમા મૃગશિરા નક્ષત્ર તરીકે સ્થાપિત થયા. આજે પણ તે બાણ આર્દ્રા નક્ષત્રના રૂપમા મૃગશિરા નક્ષત્રની પાછળ પડ્યુ છે.

image source

જ્યોતિષશાસ્ત્ર અનુસાર, દરેક નક્ષત્રનો કોઈ ને કોઈ ગ્રહ માલિક હોય છે. જે-તે નક્ષત્રમાં જન્મેલા લોકો પર તેનો પ્રભાવ પડે છે. મૃગશિરા નક્ષત્રનો માલિક મંગળને માનવામા આવે છે એટલે જ આ નક્ષત્રમાં જન્મેલા લોકોની સીધી અસર મંગળ પર પડે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર, આ નક્ષત્રમાં જન્મેલા લોકોને પ્રેમમા અતૂટ શ્રદ્ધા હોય છે. આ ઉપરાંત, તે સ્થાયી કામ પર ઘણો આધાર રાખે છે એટલા માટે જ આ નક્ષત્રમાં જન્મ લેનારા જાતકો જે પણ કામ હાથમા લે છે, તે તમામ કામ મહેનતથી પૂર્ણ થાય છે. તે આકર્ષક વ્યક્તિત્વ અને સ્વરૂપના માલિક છે.

image source

તમને જણાવી દઈએ કે, મૃગશીરા નક્ષત્રમા જન્મેલા લોકોનો સ્વામી મંગળ હોય છે. તેના કારણે તે હંમેશા ઊર્જાથી ભરપૂર હોય છે. તે ખૂબ જ સ્વચ્છ હૃદય ધરાવે છે અને બધાને પ્રેમ કરે છે પરંતુ, જો કોઈ છેતરપિંડી કરે છે તો તે તેને માફ કરતા નથી. તેઓ અંગત જીવનમાં સારા મિત્રો સાબિત થાય છે. આ ઉપરાંત, પ્રેમમાં અતૂટ શ્રદ્ધા હોવાને કારણે તેમનું લગ્નજીવન સુખદ છે.

image source

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *