મિત્રો, ફિલ્મજગતમા જ્યારે કોઈ હીરો કે હિરોઈન બનવા માટે આવે ત્યારે માત્ર અભિનય જ નહી પરંતુ, ઘણી બધી બાબતો જોવા મળે છે. જેમ કે તેમનો દેખાવ, શરીર, લંબાઈ અને અન્ય પ્રકારની પ્રતિભા. આજે અમે તમને કેટલાક બોલિવૂડ સ્ટાર્સ વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ જેમના દેખાવના કારણે તેમને ફિલ્મજગતમા કોઈ કામ આપતુ નહોતુ પરંતુ, આજે તે ફિલ્મજગત પર રાજ કરે છે. તો ચાલો જાણીએ આ કલાકારો વિશે.

image source

ગોવિંદા :

આ અભિનેતા ફિલ્મોમાં પોતાની કારકિર્દી બનાવવા માટે સંઘર્ષ કરી રહ્યો હતો. તમને જણાવી દઈએ કે ગોવિંદાનો લુક ઘણો સારો હતો પરંતુ, શરૂઆતના તબક્કામાં ગોવિંદા તેની જરૂરિયાત કરતાં વધારે યુવાન લાગતો હતો, જેના કારણે જ્યારે તેણે ફિલ્મોમાં કામ કરવાનો પ્રયત્ન કર્યો ત્યારે તેણે રિવર્ક કર્યું હતુ પરંતુ, જેમ-જેમ સમય બદલાતો ગયો તેમ તેમ ગોવિંદાએ ફરીથી કામ કર્યું. જોકે, ગોવિંદાના લુકમાં પણ ઘણો ફેરફાર થયો હતો. હાલમાં બધા ગોવિંદાનું નામ જાણે છે. તેમણે બોલિવૂડમાં ઘણી સુપરહિટ ફિલ્મો આપી છે અને તેમની એક્ટિંગ લોકોને ખૂબ જ પસંદ છે.

image source

અજય દેવગન :

બોલિવૂડ ઇન્ડસ્ટ્રીના સિંઘમ નામના જાણીતા આ અભિનેતાએ પણ એકથી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે અને તેની એક્ટિંગ લોકોને ખૂબ જ પસંદ પણ આવી છે. તમને જણાવી દઈએ કે, અજય દેવગણને પણ રીજેકશનનો સામનો કરવો પડ્યો હતો. અજય દેવગણની સ્કિન કોમ્પ્લેક્સના કારણે તેમણે શરૂઆતના સમયમા ઘણા સંઘર્ષનો સામનો કરવો પડ્યો હતો પરંતુ, હાલ તે ફિલ્મજગતનો એક લોકપ્રિય અભિનેતા બની ચુક્યો છે.

image source

અમિતાભ બચ્ચન :

બોલિવૂડ ઇન્ડસ્ટ્રીના શહેનશાહ   તરીકે ઓળખાતા જાણીતા અને દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચનને પણ સંઘર્ષના દિવસોનો સામનો કરવો પડ્યો હતો. તમને જણાવી દઈએ કે અમિતાભ બચ્ચનની લંબાઈ વધારે છે, જેના કારણે તેમને ફિલ્મોમાં કામ ન મળ્યું. લગભગ આઠ વર્ષના સખત સંઘર્ષ બાદ તેમણે સારી સ્થિતિ હાંસલ કરી છે.

image source

ઈરફાન ખાન :

આ અભિનેતાએ પણ પોતાની કારકિર્દીના પ્રારંભિક દિવસોમાં તેના લુક્સને કારણે રીજેકશનનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ હવે તેણે બોલિવૂડથી હોલિવૂડ સુધી  પોતાના અભિનયનો પરિચય આપી દીધો છે, તેમણે પેન સિંહ તોમર જેવી કેટલીક સુપરહિટ ફિલ્મો આપી છે.

image source

નાવાઝુદીન સીદીકી :

આ અભિનેતાને પણ શરૂઆતના સમયમા કામ મળવામા મુશ્કેલી પડી હતી પરંતુ, જ્યારે તેમણે ફિલ્મ “મુન્નાભાઈ એમ.બી.બી.એસ.” માં ચોરની ભૂમિકા ભજવી ત્યારે તેમનો બધો અભિનય સૌ કોઈને ગમી ગયો. નવાઝુદ્દીન સિદ્દીકીએ સાબિત કરી દીધું કે, હુનરનો કોઈ રંગ નથી. નવાઝુદ્દીન સિદ્દીકીને તેના લુકને કારણે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ આજના સમયમાં તે બહોળો ચાહકવર્ગ ધરાવે છે.

image source

ધનુષ :

સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સુપરસ્ટાર ધનુષને કોણ જાણતું નથી? તમને જણાવી દઈએ કે, તેમણે બોલિવૂડની ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તેમનો દેખાવ બહુ સારો નથી અને તેમના દેખાવને કારણે તેમણે પણ  રીજેકશનનો  સામનો કરવો પડ્યો હતો, પરંતુ તેમણે તેમના અભિનયની તાકાતને કારણે સમગ્ર વિશ્વમાં એક સારી ઓળખ બનાવી છે.

image source

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *