મિત્રો, બોલિવૂડ અભિનેત્રીઓની જેમ ટીવી અભિનેત્રીઓ પણ હંમેશા પોતાની સુંદરતા, લુક અને સ્ટાઇલને કારણે ચર્ચામાં રહે છે. આજના સમયમાં ટીવી સિરિયલો દરેક ઘરની અંદર જોવા મળે છે. ટીવીની અભિનેત્રીઓ પણ બોલિવૂડ અભિનેત્રીઓથી કઈ કમ નથી. આજે અમે તમને ટીવી ઇન્ડસ્ટ્રીની અમુક એવી અભિનેત્રીઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે લાલ સાડીમાં ખૂબ જ સુંદર લાગે છે.

image source

અનિતા હસનંદાની :

ટીવી ઇન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી અનિતા હસનદાનીને કોણ ઓળખતું નથી. ટીવી સીરિયલ્સમાં પોતાના શ્રેષ્ઠ અભિનયથી તેમણે લોકોના દિલ જીતી લીધા છે. આ અભિનેત્રીએ વિવિધ ભાષાઓમાં ફિલ્મો અને ટીવી સીરિયલોમાં અભિનય કર્યો છે. તમને જણાવી દઈએ કે, અનિતાએ ટીવી સીરિયલ ‘કભી સૌતન કભી સહેલી’થી પોતાના અભિનયની શરૂઆત કરી હતી. ત્યારબાદ તેણે તમિલ ફિલ્મમાં પણ કામ કર્યું છે. આ અભિનેત્રીએ બોલિવૂડ ફિલ્મ ‘તાલ’થી ડેબ્યૂ કર્યું હતું. અભિનેત્રી અનિતા હસનદાની પર લાલ સાડી ખૂબ જ સુંદર લાગી રહી છે. તમે આ તસવીર જુઓ છો. લાલ સાડીની સુંદરતા બહાર આવી રહી છે.

image source

દિપીકા સિંહ :

આ અભિનેત્રી પણ ટીવીજગતની એક સુંદર અભિનેત્રી છે. તેમણે સીરિયલ “દિયા ઔર બાતી હમ”માં કામ કર્યું છે, જે સ્ટાર પ્લસના સૌથી લોકપ્રિય શોમાંનો એક માનવામાં આવે છે. દીપિકા સિંહે આ શોથી નાના પડદા પર પોતાની કારકિર્દીની શરૂઆત કરી છે. તેમણે ટેલિવિઝનના માધ્યમથી ઘણી લોકપ્રિયતા મળી છે. મોટાભાગના લોકો તેમને સંધ્યાના નામે ઓળખે છે. આ અભિનેત્રી પણ રેડ સાડીમાં ખૂબ જ સુંદર લાગી રહી છે.

image source

હિબા નવાબ :

ટીવીજગતની અભિનેત્રી હિબા નવાબ ઉપર દરેક રંગના પોશાક ખૂબ જ સુંદર લાગે છે પરંતુ, લાલ સાડીમાં તે ખૂબ જ સુંદર અને આકર્ષક લાગે છે. તમને જણાવી દઈએ કે ટીવી સીરિયલ ‘ જીજાજી છત પર હે’મા આ અભિનેત્રીએ ઇલાયચીની ભૂમિકા ભજવી છે.

image source

દીવ્યંકા ત્રિપાઠી :

ટીવી જગતની સૌથી વધુ પ્રિય અભિનેત્રીઓમાંની આ એક અભિનેત્રી દીવ્યંકા ત્રિપાઠી પણ છે. તેમના અભિનયથી તેમને દર્શકોનો ઘણો પ્રેમ મળ્યો છે. તે સ્ટાર પ્લસની સીરિયલ “યે હે મોહબ્બતે” માં ઇશિતા ભલ્લાનું પાત્ર ભજવી રહી છે. લાલ સાડીમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે.

image source

જેનીફર વિંજેટ :

આ અભિનેત્રીને પણ ટીવીજગતની જાણીતી અભિનેત્રીઓમાંની એક માનવામાં આવે છે. ટીવી શો મા શ્રેષ્ઠ પ્રદર્શન કરીને તેણે દર્શકોનું દિલ જીતી લીધું છે. ટેલિવિઝન ઉદ્યોગની શ્રેષ્ઠ અભિનેત્રીઓમાં જેનિફર વિંજેટનુ નામ પણ સામેલ છે. દેખાવમાં તે ખૂબ જ સુંદર છે. તેનુ સ્મિત લોકોને ખૂબ જ પસંદ આવે છે અને તેના પર લાલ સાડી પણ ખૂબ જ સુંદર લાગે છે.

image source

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *