મિત્રો, હાલ  પ્રવર્તમાન સમયમા રોજબરોજ અમુક એવા કિસ્સાઓ આવતા રહેતા હોય છે, જે આપણા માટે એક વિશેષ  ઉદાહરણ પૂરુ પાડતા હોય છે. આવો જ એક કિસ્સો સમગ્ર દેશ માટે એક ઉદાહરણ સ્વરૂપે હાલ આપણી સમક્ષ આવ્યો છે, જેના વિશે આજે આપણે આજે જાણીશુ. હકીકતમાં, આપણે જે કિસ્સાની  વાત કરી રહ્યા છીએ તે હરિયાણાનો કિસ્સો છે, જ્યાં તાજેતરમા એક એવા લગ્ન થયા છે, જેની પ્રશંસા કરતા લોકો થાકતા નથી. ખાસ કરીને લગ્ન પહેલાં વરરાજાએ કરેલી માંગણી એ એક એવી વિશેષ બાબત છે કે, જેના વિશે હવે આપણે ગંભીરતાથી વિચાર કરવો પડશે. જો તમે આ લગ્ન વિશે સાંભળશો તો તમને પણ આશ્ચર્ય થશે.

image source

આજે અમે તમને એક એવા લગ્ન વિશે જણાવવા જઈ રહ્યા છીએ ફક્ત એક જ રૂપિયા થયો હતો. આ લગ્નમા કોઈપણ પ્રકારની ફિઝૂલખર્ચી કરવામા આવી નહોતી . વરરાજા પોતાના કેટલાક સંબંધીઓ સાથે આવ્યા લઈને આવ્યા અને કોઈપણ પ્રકારના દહેજ કે રોકડ વગર આ લગ્ન પૂર્ણ થયા. આ લગ્ન બાદ આ કપલના લગ્નની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જેથી, હાલ દેશ-વિદેશમાથી તેમને લગ્નની શુભકામનાઓ  મળી રહી છે.

image source

આ લગ્ન હરિયાણાના સિરસાના આદમપુર વિસ્તારમાં થયા હતા. જે સમગ્ર સમાજને એક નવો સંદેશ આપે છે. વરરાજા બલેન્દ્રએ લગ્ન પહેલાં એક શરત મૂકી હતી કે, તે દહેજ નહીં લે કે ના તો કોઈપણ પ્રકારના ફિઝૂલખર્ચીને  પ્રોત્સાહન આપશે કે ના તો કોઈ નકામી વિધિઓમાં ખર્ચ કરશે. એટલુ જ નહી વરરાજાએ તો એમ પણ કહ્યુ કે, તેને ફક્ત કન્યા જ જોઈએ છે બીજું કઈ નહિ. આ સાંભળીને  કન્યા કાન્તા અને તેના સંબંધીઓ આ લગ્ન માટે તુરંત સંમત થયા.

image source

હકીકતમાં, કન્યાનો પરિવાર એ વરરાજાને દહેજ તરીકે ૪ કરોડ રૂપિયા દહેજ સ્વરૂપે આપવાના હતા પરંતુ, જ્યારે વરરાજા બલેન્દ્રએ પોતાના કેટલાક સંબંધીઓ સાથે બારાત લઈને આવ્યા  ત્યારે તેણે ભેટ સ્વરૂપે ૧ રૂપિયા અને નાળિયેર સ્વીકારી લીધું અને પછી બેન્ડ સાથે શાંતિથી ચાલ્યો ગયો. આ સાથે જ સ્થાનિક લોકોએ કહ્યું હતું કે, જો સમાજનો દરેક પરિવાર આવી પહેલ કરવાનું શરૂ કરશે તો પરિસ્થિતિ સુધરશે એટલું જ નહીં, દીકરીઓના શિક્ષણ પર પણ વધુ ધ્યાન આપવામાં આવશે.

image source

કેટલાક અહેવાલો અનુસાર, વરરાજા ચુલીખુર્દ ગામનો રહેવાસી હોવાનું કહેવાય છે અને તેના પિતાનું નામ છોટુ રામ ખોખર અને માતાજીનું નામ સંતોષ છે, જ્યારે ભજન લાલની પુત્રી કાન્તા ખેરામપુર નિવાસી છે. જ્યારે દુલ્હન અને વરરાજા ઉચ્ચ શિક્ષિત છે, ત્યારે બલેન્દ્રએ પોતાના ગામમાં લગ્ન કરવાનો દેખાવ કર્યો ના હતો અને એક ઉદાહરણ આપ્યું હતું.

image source

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *