મિત્રો, બોલિવૂડ ફિલ્મજગતમા એવા ઘણા કલાકારો છે કે, જેમણે અનાથ બાળકોને દત્તક લઈને અને આ બાળકોને ભરપૂર પ્રેમ આપીને તેમનુ જીવન સુધાર્યુ છે. આજે આપણે આ લેખમા અમુક એવા કલાકારો વિશે જાણીશુ કે, જેમણે બાળકોને દત્તક લઈને એક નવું ઉદાહરણ રજૂ કર્યું છે.

image source

સન્ની લિયોન :

આ અભિનેત્રીએ અઢી વર્ષની દીકરીને પણ દત્તક લીધી હતી અને તેનું નામ નિશા રાખ્યું હતું. તે લગભગ દોઢ વર્ષની મહેનત પછી મહારાષ્ટ્રના લાતુરથી નિશાને દત્તક લેવામાં સફળ થઇ હતી અને ત્યારબાદ વર્ષ ૨૦૧૮ મા સરોગસી દ્વારા બે પુત્રો નોહ અને આશરની માતા બની.

image source

રવીના ટંડન :

આ અભિનેત્રીએ ૨૧ વર્ષની ઉંમરે બે દીકરીઓને દત્તક લઈને સૌ કોઈને ચોંકાવી દીધા હતા. તેના આ નિર્ણયથી બધાને આશ્ચર્ય થયું. એક ઇન્ટરવ્યૂમાં રવીનાએ જણાવ્યું હતું કે, લોકોએ તેના નિર્ણયની ટીકા કરી હતી અને કહ્યું હતુ કે, કોઈ તેની સાથે લગ્ન નહીં કરે.

image source

મંદિરા બેદી :

લોકડાઉન દરમિયાન મંદિરાએ પણ તારા નામની દીકરીને દત્તક લીધી, જે પાંચ વર્ષની છે. તારાને મધ્યપ્રદેશના એક નાનકડા ગામમાંથી દત્તક લેવામાં આવી છે. દત્તક લીધા બાદ મંદિરાએ તારાની ફોટો સોશિયલ મીડિયા પર પોતાના ચાહકો સાથે શેર કરી હતી. જે તેને ખુબ જ પ્રેમ કરે છે.

image source

સુષ્મિતા સેન :

આ અભિનેત્રીએ ૨૫ વર્ષની ઉંમરે દીકરી રેનીને દત્તક લઈને એક ઉદાહરણ પણ રજૂ કર્યું હતું. રીની મોટી થઈ ત્યારે સુષ્મિતાએ બીજી એક પુત્રી અલિશાને દત્તક લીધી, જેના માટે તેણે લાંબી કાનૂની લડાઈ લડવી પડી.

image source

જય ભાનુશાળી-માહી વિજ :

વર્ષ ૨૦૧૭મા માહી અને જય પોતાના કેરટેકરના બાળકોને દત્તક લઈને હેડલાઇન્સ બન્યા હતા. બંને બાળકોના નામ રાજવીર અને ખુશી છે. ત્યારબાદ વર્ષ ૨૦૧૯મા માહીએ પોતાની પુત્રીને જન્મ આપ્યો હતો. હવે આ ત્રણ બાળકો સાથે આ દંપતી ખુશીથી પોતાનું જીવન જીવી રહ્યું છે.

image source

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *