મિત્રો, આજની દુનિયામા પૈસા બધા લોકો માટેની પ્રથમ જરૂરિયાત બની છે. પૈસા વગરનું વ્યક્તિનું જીવન લગભગ અધૂરું માનવામાં આવે છે. તમે વિચારી શકો છો કે પૈસા એ માનવ જીવનનો મહત્વપૂર્ણ ભાગ છે. દિવસ-રાત મહેનત કરીને વ્યક્તિ વધુને વધુ પૈસા કમાવવા માંગે છે. હિન્દુ પૌરાણિક કથા અનુસાર, ધનની દેવી માતા લક્ષ્મીજીને કહેવામા આવે છે. એવુ માનવામા આવે છે કે, જે લોકોની પાસે લક્ષ્મી દેવીની કૃપા હોય છે તેમના જીવનમા ક્યારેય પણ સંપત્તિ સંબંધિત કોઈ સમસ્યા હોતી નથી એટલુ જ નહી પરંતુ, આ લોકોને ભાગ્ય અને સમૃદ્ધિનો આશીર્વાદ પણ મળે છે.

image source

માતા લક્ષ્મીજી પ્રભુ નારાયણની પત્ની છે અને તેમના ચાર હાથ માનવજીવનના ચાર લક્ષ્યો ધર્મ, કર્મ, અર્થ અને મોક્ષનુ પ્રતિનિધિત્વ કરે છે. આજે અમે તમને આ લેખ દ્વારા અમુક આવા નિયમો વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ, જો તમે તેનું પાલન કરશો તો તમને દેવી લક્ષ્મીજીનો આશીર્વાદ ચોક્કસ મળશે.  જો તમે કોઈ નવા કાર્યનું ઉદઘાટન કરી રહ્યા છો અથવા જ્યારે તમે ઓફિસ પર જાવ છો તો તમારે ધ્યાનમા રાખવું પડશે કે મોઢામા કેસર મુકીને બહાર નીકળવુ જોઈએ. એવુ કહેવામા આવે છે કે, આ નિયમનુ પાલન જે કોઈપણ કરે છે દેવી માતા લક્ષ્મીજી હંમેશાં તેમના પર પ્રેમાળ દ્રષ્ટિ બનાવી રાખે છે.

image source

જો તમે લક્ષ્મી મંદિર અથવા અન્નપૂર્ણા મંદિરે જાવ છો તો ત્યાંથી થોડા અક્ષત ચોખા ઘરે લાવો અને તેને લાલ કપડામા લપેટીને ઘરની અંદર પૈસા રાખવાની જગ્યાએ રાખો.  આ ઉપાય અજમાવવાથી તમે પૈસાથી સંબંધિત સમસ્યાઓમાંથી મુક્તિ મેળવી શકો છો. મંગળવારે કોઈની પાસેથી પૈસા ઉધાર લેવા નહી અને જો તમે કોઈની પાસેથી પૈસા ઉધાર લીધા છે તો પછી તમારે બુધવારના રોજ આ કરજના પૈસા ચુકવવા, જે તમારા માટે લાભદાયી સાબિત થાય છે.

image source

એવુ માનવામા આવે છે કે, દેવી માતા લક્ષ્મીજીને આનાથી વિશેષ આશીર્વાદ મળે છે. જો તમે તમારુ સુતેલુ ભાગ્ય જગાડવા ઈચ્છતા હોવ  તો અઠવાડિયામાં એક દિવસ જ્યા તમે કામ કરો ત્યા કર્મચારીને તે સ્થાન પર ભોજન કરાવડાવો. એવું માનવામાં આવે છે કે આ ઉપાય કરવાથી તમારુ ભાગ્ય ખુલે છે અને જીવનમા ખુશી મળે છે.

image source

જો તમે તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનાવવા ઈચ્છતા હોવ તો આવી સ્થિતિમા મગની દાળ ખાવ અને મગદાળનુ દાન કરો પરંતુ, તમારે ધ્યાનમા રાખવું પડશે કે તમે તેને બુધવારથી શરૂ કરો. આનાથી તમને વધુ શુભ પરિણામો મળશે. જો તમે તમારા જીવનમા તમામ પ્રકારના દુ:ખોને દૂર કરવા ઈચ્છતા હોવ તો આ માટે માતા લક્ષ્મીજીની ઉપાસના દરમિયાન મહાલક્ષ્મી મંત્ર “ઓમ શ્રી શ્રી શ્રી કમલે કમલાલયે પાસીદ પ્રસિદ, શ્રી શ્રી શ્રીમન્મ મહાલક્ષ્માય નમ:” મંત્રનો ૧૦૮ વાર મંત્રોચ્ચાર કરો. એવુ માનવામા આવે છે કે, તે જીવનની બધી જ સમસ્યાઓને દૂર કરે છે અને પૈસા સાથે સંકળાયેલી સમસ્યાઓથી પણ મુક્તિ મેળવે છે.

image source

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *