શિયાળામા આવનારા ફળોમાં સૌથી સારુ અને સ્વાદિષ્ટ ફળ સંતરાને માનવામાં આવે છે. તેમાં વિટામિન એ, વિટામિન બી, વિટામિન સી, કેલ્શિયમ, મેગ્નીશિયમ અને પોટેશિયમ જેવા પોષક તત્વો હોય છે. આ ફળના સેવનથી ઘણા સ્વાસ્થ્ય લાભો થાય છે. તે શરીરની અનેક સમસ્યાઓમાં ફાયદાકારક છે.

Photo credit

વજન ઘટાડવામાં છે મદદગાર
સંતરામાં હાઈ ફાયબર અને વિટામિન સી મળી આવે છે જે વજન ઘટાડવામાં મદદગાર છે. હકીકતમાં, તેમાં રહેલા ફાયબર ઝડપથી ભીખ નથી લાગવા દેતા અને આખો દિવસ તમને ખાવામાં મદદ કરે છે જ્યારે વિટામિન સી ગ્લૂકોઝને ઉર્જામાં બદલી દે છે અને વસાને બાળવામાં મદદ કરે છે. માટે દરરોજ એક સંતરાનું સેવન વજન ઓછું કરવામાં તમારી મદદ કરી શકે છે.

Photo credit

હૃદયને બનાવે છે સ્વસ્થ
સંતરાનું સેવન હૃદય માટે ખુબ સારુ માનવામાં આવે છે, કેમ કે તેમાં એન્ટીઑક્સીડેન્ટ, ફોલેટ અને પોટેશિયમ ભરપૂર માત્રામાં મળી આવે છે, જે હાર્ટને મજબૂત બનાવવામાં મદદ કરે છે. માટે હાર્ટને સ્વસ્થ બનાવવા રોજ એક સંતરાનું સેવન જરૂર કરો.

Photo credit

પેટના અલ્સરને રાખે છે દૂર
કેલ્સિયમથી ભરપૂર સંતરુ તમારા હાડકાને અને દાંતોને સ્વસ્થ બનાવવામાં મદદ કરે છે, સાથે જ તેમાં રહેલુ હાઈ ફાયબર સામગ્રી પેટના અલ્સરકને પણ રોકે છે. આ તમામ પરેશાનીઓમાંથી છુટકારો મેળવવામાં તમે દરરોજ એક સંતરાનું સેવન કરી શકો છો.

Photo credit

ઈમ્યૂનિટીને બનાવે છે મજબૂત
સંતરુ વિટામીનથી ભરપૂર હોય છે જે પ્રતિરક્ષા પ્રણાલી એટલે કે ઈમ્યૂનિટીને મજબૂત બનાવવા માટે જરૂરી છે. તદ્દપરાંત સંતરામાં ઘણાબધા પૉલીફેનોલ પણ હોય છે જે વાયરલ સંક્રમણોથી બચાવે છે. જો તમને પોતાની ઈમ્યૂનિટીને મજબૂત બનાવી રાખવી છે કે બનાવવી છે તો રોજ એક સંતરાનું સેવન કરો કે એક ગ્લાસ સંતરાનો જ્યૂસ પણ પી શકો છો.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *