આજના આ જમાનામાં મોટાભાગના લોકો પાસે સ્માર્ટફોન દેખાવા મળે છે. સ્માર્ટફોન મનોરંજનની જોડે જોડે બીજા ઘણા કામો પણ આસાનીથી કરી શકીએ છીએ તે સિવાય તેનાથી જ આપણે સમય પણ બચાવી લેતા હોઈએ છીએ.

પરંતુ ઘણી વખત આપણને ફોન ધીમો ચાલવાની અવારનવાર ફરિયાદ રહેતી હોય છે. ભલે ગમે તેટલો મોંઘો ફોન હોય પરંતુ થોડા સમય પછી એ ફોન એની ઝડપ ગુમાવી બેસે છે અને ખુબ જ ધીમી ગતિએ કામ કરવા લાગે છે જેના લીધે આપણને ઘણીવાર કંટાળો પણ આવતો હોય છે. ત્યારે ફોનને ઝડપી કરવા માટે કેટલીક એપ્લિકેશન ડીલીટ કરીશું, ફોનને સ્કેન કરીશું તથા ઘણી વખત ઝંક ફાઈલને દૂર કરીએ છીએ. છતાં પણ ફોન ધીમી ગતિએ જ ચાલતો હોય છે.

પરંતુ આજે અમે તમને આ લેખમાં એક એવા વિકલ્પ વિશે કહેવાના છીએ જે તમારા ફોનમાં જ આવે છે. બસ તેના પર એક નાનકડી ક્લિક કરવાથી જ તમે તમારા ફોનને ઝડપી બનાવી શકશો. આવો જોઈએ એ ઓપશન વિશે.
તમારા ફોનને વધુ પ્રમાણમાં ઝડપી બનવા માટે તમારે માત્ર તમારા ફોનને અનલોક કરી ફોન સેટિંગ(Phone Setting)માં જવું, ફોન સેન્ટીંગની અંદર અબાઉટ ફોન (About Phone)માં એકવાર જવું. ત્યાં તમને એક વિકલ્પ મળી આવશે જેનું નામ છે “Build number” જેના ઉપર તમારે ઘણી ને 7 વખત ટેપ કરવાનું રહેશે.

ઘણા મોબાઈલની અંદર આ ઓપશન કોઈ જુદા નામથી પણ આપ્યું હશે આમછતાં પણ તમે એ ઓપશનને સરળતાથી ઓળખી શકશો કેમ કે તમે જયારે તે ઓપશન ઉપર ટેપ કરશો ત્યારે તમને સૂચના આપશે જ કે હજુ બીજી 6 વખત ટેપ કરો, 5 વખત, 4 વખત… બસ એ રીતે જ ટેપ કરવાનું રહેશે. જો તમારા ફોનની અંદર પેહલાથી જ Developer Option આપેલ હોય તો તમારે બિલ્ડ નંબર ઉપર ટેપ કરવાની કોઈ આવશ્યકતા નથી.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

હવે તમે તમારા ફોનના સેટિંગમાં તમને એડિશનલ સેટિંગ (Additional Setting)ની અંદર ડેવલોપર વિકલ્પ (Developer Options) મળી જશે.
જેની અંદર જઈને તમારે Window Animation scale ઉપર ક્લિક કરવાનું રહેશે જેની અંદર તમને 0.5X થી લઈને 10.0X સુધીના ઓપશન જોવા મળશે. જેમાં તમારા ફોનની અંદર 1X ઉપર ક્લિક થયેલું તમે જોઈ શકશો. ફોનની અંદર આ સ્કેલ જેટલો વધારે હોય ફોન એટલો જ ધીમો કામ કરે છે. જો તમે આ સ્કેલને 10X કરી નાખો છો તો તમારો ફોન એકદમ ધીમો કામ કરતો થઇ જશે, પરંતુ જો તમે આ સ્કેલને ઓફ(Off) કરી દેશો તો ફોન એકદમ ફાસ્ટ કામ કરવા લાગશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *