ભારતનું સૌથી મોટું યુદ્ધ મહાભારત નામથી ઓળખાય છે જે યુદ્ધ પાંડવો અને કૌરવો વચ્ચે થયું હતું. આ યુદ્ધમાં ઘણા મોટા મોટા યોદ્ધાઓ મૃત્યુ પામ્યા છે. જયારે ઘણા યોદ્ધા આ યુદ્ધમાં બચી ગયા છે. તેમાંથી 18 લોકો પ્રમુખ હતા, અને આ 18 માંથી 15 યોદ્ધા પાંડવો તરફથી અને 3 યોદ્ધા કૌરવો તરફથી બચ્યા હતા. કૌરવો તરફથી યુદ્ધ કરનાર ત્રણ યોદ્ધાઓ માં કૃતવર્મા, કૃપાચાર્ય અને અશ્વત્થામા હતા. જ્યારે પાંડવો તરફથી યુયુત્સુ, યુધિષ્ઠિરને, ભીમ, અર્જુન, નુકુલ, સહદેવ, શ્રીકૃષ્ણ, સાત્યાદી વગેરે હતા. પરંતુ આજે અમે તમને એવા પાંચ યોદ્ધાઓ વિષે જણાવવા જઈ રહ્યા છીએ જે મહાભારતમાં પણ હતા અને આજે પણ છે. તો ચાલો જાણીએ આખરે કોણ છે એ પાંચ મહાન લોકો…

1 મહર્ષિ વેદ વ્યાસ :

મહર્ષિ વેદ વ્યાસનું નામ કૃષ્મ દવૈપયમ હતું. તે ઋષિ પરાસર અને સત્યવતી ના પુરત હતા. તેનું નામ વેદ વ્યાસ એટલે પડ્યું કેમ કે તેને વેદોના ભાગ કર્યા હતા. વેદ વ્યાસ એ મહાભારત ભગવાન શ્રી ગણેશ પાસે લખાવી હતી. ધૃતરાષ્ટ્ર, પાંડુ અને વિદુર ઋષિ વેદ વ્યાસના જ પુરત હતા. એવી માન્યતા છે કે વેદ વ્યાસ આ યુગ એટલે કે કળિયુગ ના અંત સુધી જીવિત રહેશે.

એવું માનવામાં આવે છે કે મહાભારતના યુદ્ધ પછી વેદ વ્યાસે થોડા દિવસો સાર્વજનિક જીવન જીવ્યું ત્યાર બાદ તે તપ અને ધ્યાન માટે હિમાલયની ટોચ પર પહોંચી ગયા. જો કે કળિયુગ શરુ થયો પછી તેના વિષે કઈ જ જાણકારી મળતી નથી. પરંતુ એવું જાહેવામાં આવે છે કે પ્રથમ જાતક કથામાં તેને બોધિસત્વ ના નામથી ઓળખવામાં આવે છે, અને જયારે બીજી જાતક કથામાં તેને મહાભારતના રચિયતા નાં રૂપમાં માનવામાં આવ્યા.

2 મહર્ષિ પરશુરામ :

પરશુરામનું જીવન કાળ રામાયણ નાં યુગ થી જ માનવામાં આવે છે. પરશુરામ જમદગ્નિ અને રેણુકા ના પુત્ર હતા. રામાયણ માં જ્યારે ભગવાન શ્રી રામ સીતા સ્વયંવરમાં શિવ ધનુષ પર પ્રત્યચા ચડાવે છે અને તે તૂટી જાય છે. ત્યારે પરશુરામ સભામાં આવે છે અને તે જોવે છે ભગવાન શિવનું ધનુષ કોને તોડ્યું, જો કે મહાભારતમાં પણ પરશુરામ નો ઘણી જગ્યાએ ઉલ્લેખ છે. મહાભારતમાં ભીષ્મ અને પરશુરામ નું યુદ્ધ પણ થયું હતું, એવું માનવામાં આવે છે કે પરશુરામ ચિરંજીવી છે. પરશુરામએ કઠીન તપ કરીને વિષ્ણુ પાશેથી એ વરદાન માગ્યું છે કે કલ્પ ના અંત સુધી તપસ્યારત ભૂલોક પર રહેશે.

3 ઋષિ દુર્વાસા :

ઋષિ દુર્વાસા મહાભારતમાં દ્રોપદીના કુટિયામાં તેના 10 હજાર શિષ્યો ને સાથે લઈને આવ્યા હતા. તે સિવાય એક વખત તેને કૃષ્ણ પુત્ર સામ્બ ને શ્રાપ આપ્યો હતો મહાભારત કાળ માં તેની ઘણી જગ્યાએ ચર્ચાઓ કરવામાં આવી છે. તેને પણ અમર નું વરદાન છે અને ઋષિ દુર્વાસા પણ ચિરંજીવી છે.

4 જામવંત :

જામવંત ની ઉંમર હનુમાન અને પરશુરામ થી પણ વધારે છે. જામવંત ત્રેતાયુગમાં શ્રી રામ સાથે હતા અને દ્વાપરયુગમાં શ્રી કૃષ્ણના સસરા બન્યા. કેમ કે તેની દીકરી જામ્વાન્તી શ્રી કૃષ્ણ ની પત્ની હતી. જણાવી દઈએ કે શ્રી કૃષ્ણ એ અને જામવંતે સ્યમંતક મણી માટે યુદ્ધ કર્યું હતું. શ્રી કૃષ્ણ યુદ્ધ જીતી રહ્યા હતા એવામાં જામવંતએ સરી રામ ને પોકાર કર્યો અને પોકાર સાંભળીને શ્રી કૃષ્ણને રામના રૂપમાં આવવું પડ્યું, ત્યારે જામવંતે તેની ભૂલ સ્વીકારીને માફી માંગી અને તેને મણી આપી દિધી. અને તેને આગ્રહ કર્યો કે મારી દીકરી જામબ્વતી સાથે લગ્ન કરો, તે બંને ના પુત્ર હતા સામ્બ. જામવંત ને પ્રભુ રામનું વરદાન છે તે હંમેશા ચિરંજીવી રહેશે. તે કલ્કી અવતારના સમયે તેની સાથે રહેશે.

5 હનુમાન :

હનુમાનજીના બળ અને બુદ્ધિ ની ચર્ચાઓ તો ચારો દિશામાં થાય છે. તે ભગવાન શ્રી રામના સૌથી મોટા ભક્ત હતા, અને રાવણની સેનાને પરાજિત કરવામાં તેની મોટી ભૂમિકા હતી. તે દ્વાપરયુગમાં શ્રી કૃષ્ણ સાથે પણ હતા કૌરવો સાથે પાંડવોની જીતમાં હનુમાનજી નું ઘણું યોગદાન હતું. હનુમાનજી એ અર્જુન અને કૃષ્ણને તેની રક્ષાનું વચન આપ્યું હતું. હનુમાનજી પણ ચિરંજીવી છે. તેને પણ ભગવાન શ્રી રામ નું વરદાન છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *