સમગ્ર ભારત દેશમાં કોરોના વાયરસની મહામારી ફેલાઈ રહી છે ત્યારે આ બધાની વચ્ચે આપણા ભારત દેશમાં કોરોના વાયરસથી મદદ મેળવવા માટે ઘણા માણસોને પોતાની યથાશક્તિ અનુસાર દાન આપ્યું છે, દેશના અગ્રણી ઉદ્યોગપતિ તથા ધાર્મિક સંસ્થાનો દ્વારા પણ પુષ્કળ દાનનો પ્રવાહ વહેતો કરવામાં આવી રહ્યો છે ત્યારે બોલીવુડ જગતના અભિનેતાઓ અને ક્રિકેટરો પણ કોરોના વિરૂદ્ધની લડાઈમાં આર્થિક મદદ આપી રહ્યા છે.

21 તારીખ ના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેરાત પછી દિગ્ગજ ઍક્ટર અક્ષય કુમારે પણ 25 કરોડ રૂપિયાની આર્થિક સહાયની એક મોટી જાહેરાત કરી હતી. અક્ષયે આપેલા આ દાનના લીધે તેની ઘણા જ ફેન્સ પ્રસંશા કરી રહ્યા છે. તેને સાચા જીવનનો પણ એક સાચો ખેલાડી તરીકે બોલાવી રહ્યા છે. અક્ષય કુમારના આ દાન આપવા પછી તેની પત્ની ટ્વિંકલ ખન્નાએ પણ સોશ્યલ મીડિયામાં એક પ્રતિક્રિયા આપી હતી.


આ બધાની વચ્ચે અક્ષય કુમારની પત્ની ટ્વિંકલ ખન્નાએ એ તેના ઑફિસિયલ ટવીટર ઉપર એક પોસ્ટ કરીને અક્ષયના આ નિર્ણય ઉપર ગર્વ જતાવ્યો હતો. તેને આ પોસ્ટમાં પોતાની ખુશી પણ જાહેર કરતા જણાવ્યું હતું : “આ માણસ મને ગર્વનો અનુભવ કરાવે છે. જયારે મેં એમને સવાલ કર્યો કે શું તમે સાચે જ આટલી મોટી રકમ આપશો? આ એટલી મોટી રકમ હતી અને અમારે પણ પૈસા કાઢવાની જરીરુયાત હતી, ત્યારે એમને કહ્યું કે જયારે મેં શરૂઆત કરી હતી તો મારી પાસે કઈ જ નહોતું, અને જયારે હું આ પરીસ્થિતિમાં છું. તો હું આમ કરવા માટે કેવી રીતે રોકાઈ શકું?હું એ માણસો માટે કામ કરી શકું છું જેમની પાસે કંઈજ નથી.”

અભિનેતા અક્ષય કુમારે એક પોસ્ટ શેર કરીને જાહેરાત કરી હતી કે તે કોરોના વિરૂદ્ધની લડાઈમાં 25 કરોડ રૂપિયાની મદદ આપશે. અક્ષયે તેની પોસ્ટમાં આગળ કહ્યું હતું : “આ એવો સમય છે કે જીવની કિંમત સૌથી વધારે છે. આવામાં આપણે એ બધું જ કરવાનું છે જે સહાય માટે આવશ્યક છે. આવા ગંભીર સમયમાં હું મારી બચતમાંથી 25 કરોડ રૂપિયાની સહાય કોરોના વિરૂદ્ધની લડાઈ માટે કરું છું, કેમ કે જાન છે તો જહાન છે.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *