લોકોને ઉલ્લુ બનાવતી એક ટુકડી કે જેની લીડર એક સુંદર છોકરી અને સાથે ત્રણ છોકરા જોડાયેલા છે, પ્રિવેન્શન ઓફ ક્રાઈમ બ્રાંચ અને ગોત્રી પોલીસે તેને ઝડપી પાડી છે. જાણવા મળ્યું છે કે આ ટુકડી દ્વારા ઈલોરાપાર્ક  વિસ્તારમાં એક મોટી ઉંમરના વૃદ્ધને ફસાવવામાં આવ્યા હતા. ઘટના જાણે એમ છે કે બપોરના સમયે બાટાના સોરૂમ પાસે ઈલોરાપાર્ક વિસ્તારમાં કિરણભાઈ નામના સીનીયર સિટીજન ટુવ્હિલ લઈને કોઈ કામ માટે આવ્યા હતા ત્યારે રોક્ષામાં બેઠેલ યુવતીએ તેને હાથથી ઈસરો કરીને નજીક બોલાવ્યા હતા.

જણાવી દઈએ કે તે છોકરી ગેંગની લીડર હતી એટલે તેને તેની કોલગર્લ તરીકે ઓળખાણ આપી અને કયું પૈસાની ખુબ જ જરૂર છે તમે કહેશો તે કરીશ. કિરણભાઈ ભોળવાઈને યુવતીની વાતોમાં આવી ગયા. યુવતીએ કહ્યું મારી પાસે એક જગ્યા છે અને તેને ટુવ્હિલ ચલાવી લીધું અને કિરણભાઈને પાછળ બેસાડી દીધા અને તે નીલામ્બર સર્કલે જઈને ઉભા રહ્યા. તે સમયે એક સ્વીફ્ટ આવી અને તેમાંથી એક માણસ ઉતરીને તેની પી.આઈ હોવાની ખોટી ઓળખાણ આપી અને કિરણભાઈને કહ્યું આ યુવતી સાથે શું કરી રહ્યા છે. તેમ કહીને કારમાં બેસાડીને બળાત્કારનો કેસ લગાવવાની ધમકી આપીને 1.20 લાખની તાત્કાલિક માંગણી કરી. અને તેની પાસે રહેલા 20 હજાર ઝડપી લીધા. વધુ પૈસા માટે તેના દીકરાને એ.ટી.એમ લઈને હેવમોર ચાર રસ્તે બોલાવ્યો.

જો કે કિરણભાઈને ઉતારીને આખી ટુકડી ત્યાંથી તરત જ ફરાર થઇ ગઈ પરંતુ કિરણભાઈએ કારનો નંબર યાદ રાખી લીધો. અને આખો મામલો તેના દીકરા પાસે રજુ કરીને પોલીસને જાણ કરતા પોલીસ કામે લાગી અને થોડાક જ સમયમાં આ કાર નવલખી કમ્પાઉન્ડમાંથી શોધી કાઢી કરના માલિક અમુલ રમેશ શિર્કે, એરિક વિરાફખાન સાહેબ (પારસી), સલીમ સિદ્દીક શેખ અને સંજય રાજપૂત ઝડપી પડ્યા હતા. જણાવા મળ્યું છે કે આ ચારમાંથી ૩ યુવકો સુદર્શન ન્યુઝ ચેનલના રિપોર્ટર અને સલીમ રીક્ષા ડ્રાઈવર છે.