વરસાદે થોડો સમય આરામ લીધા પછી ફરીથી પધરામણી કરી છે તેથી ખેડૂતોમાં ખુસીનો માહોલ જોવા મળે છે. હવામાન વિભાગે 20 અને 21 તારીખ દરમિયાન વરસાદની આગાહી આપી છે. દક્ષીણ ગુજરાત સહીત કચ્છ અને સૌરાષ્ટ્રમાં પણ સારો વરસાદ થશે તેવી આગાહી આપવામાં આવી છે. દક્ષીણ ગુજરાતમાં આગામી બે દિવસમાં ભારે વરસાદની આગાહી જાહેર કરવામાં આવી છે.

ગુજરાત હવામાન વિભાગના ડીરેક્ટર જયંત સરકારના જણાવ્યા પ્રમાણે એપર એર સાઈકલોનિક ના લીધે દક્ષીણ ગુજરાત અને ઈસ્ત સેન્ટ્રલ ગુજરાતમાં આગામી બે દિવસ માટે ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. જણાવી દઈએ કે વલસાડ, નર્મદા, દમણ, છોટાઉદેપુર માં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે, તેમજ સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં કોઈ ખાસ વરસાદની આગાહી નથી.

તેમજ હવે ૨૮થી ૩ ઓગસ્ટ સુધી સાર્વત્રિક વરસાદ પડી શકે છે. જણાવી દઈએ કે હજુ એક સપ્તાહ અમદાવાદ, ઉતાર ગુજરાત સને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી નથી, ધીમીધારે વરસાદ વરસી શકે છે.