મિત્રો તમે બધા જાણો જ છો કે સેલીબ્રીટીઓ ના દીકરા કે દીકરીઓ સમય થતા ચર્ચામાં આવી જ જતા હોય છે. અલગ અલગ કારણોથી ચર્ચામાં આવતા હોય છે. તેવી જ રીતે ‘ધ લાયન કિંગ’ ની રીલીઝ સાથે જ શાહરૂખ ખાનનો દીકરો ખુબ જ ચર્ચામાં આવ્યો છે. જણાવી દઈએ કે આ ફિલ્મમાં સીમ્બાનો અવાજ આર્યન ખાને આપ્યો છે અને મુફાસાનો અવાજ શાહરૂખ ખાને ડબ કર્યો છે. આ ફિલ્મમાં શાહરૂખ ખાન અને આર્યન ખાન જોડતા ભારતમાં ફિલ્મની ઘણી ચર્ચા થઇ રહી છે. પરંતુ હાલ તો આર્યન તેના અંગત જોવાનને લઈને ચર્ચામાં આવ્યો છે. તેની સ્તાઈલના વધુ ફેંસ છે.

રીપોર્ટ અનુશાર જાણવા મળ્યું છે કે શાહરૂખ ખાનનો દીકરો આર્યન લંડનની બ્લોગરને ડેટ કરી રહ્યો છે એટલું જ નહિ પણ તેની માતા પણ તે છોકરીને મળી ચુકી છે. અને તે પણ આ છોકરીને આર્યન માટે ઘણી સારી માને છે. આર્યનની બહેન હાલમાં ન્યુયોર્કની ફિલ્મ એકેડમીમાં અભ્યાસ કરી રહી છે.

શાહરૂખ ખાન પણ એ વાત ઘણીવાર જણાવી ચુક્યો છે કે તેની દીકરી સુહાનાને એક્ટ્રેસ બનવામાં રસ છે. પરંતુ શાહરૂખ ખાને એવી શરત રાખેલી કે અભ્યાસ પૂરો ન થાય ત્યાં સુધી બોલીવુડમાં એન્ટ્રી કરી શકશે નહિ.