રાજ્યના અરવલ્લી જીલ્લામાં છેલ્લા ઘણા દિવસોથી અસહ્ય બફરા બાદ આજે વહેલી સવારે અચાનક વાતાવરણમાં પલટો આવતા ધીમીધારે વરસાદ ચાલુ થયો છે, વિસ્તારોમાં ઠંડક પ્રસરી છે. બફારાથી કંટાળેલા લોકોમાં આનંદ જોવા મળ્યો. અરવલ્લી જીલ્લાના મોડાસા, માલપુર મેઘરજ, બાયડ, ધનુસરા અને ભિલોડા તાલુકામાં ધીમીધારે વરસાદે આગમન કર્યું છે. શહેરના દરેક વિસ્તારમાં અત્યારે વરસાદી વાતાવરણ યથાવત છે. તેમજ વાવેતર મુર્જાવવાની તૈયારીમાં હતો, પરંતુ વરસાદ થતા ખેડૂતોમાં ખુસીનો માહોલ જોવા મળ્યો.

રાજ્યના અરવલ્લી જીલ્લા સાથે મહીસાગર જીલ્લામાં પણ વરસાદનું આગમન થયું છે. 12 દિવસ પછી વરસાદે ફરી આગમન કર્યું છે. જીલ્લાના લુણાવાડા, ખાનપુર, કડાણા અને બાલાસિનોરમાં જેવા વિસ્તારમાં મેઘરાજા મનમુકીને વરસી રહ્યા છે. વરસાદની રાહ જોતા ખેડૂતોમાં ખુસીનો માહોલ જોવા મળ્યો છે. રાજ્યના ઘણા વિસ્તારોમાં હજુ વરસાદ આવવાનું નામ નથી લેતો લોકો વરસાદની રાહ જોઈ રહ્યા છે.