મિત્રો જો તમે વોટ્સેપ અને ટેલેગ્રામને સુરક્ષિત સમજી રહ્યા છો તો તમે ખોટું વિચારી રહ્યા છો. સાઈબર સિક્યોરીટી ફર્મ Symantec એ દાવો કરતા જણાવ્યું કે વોટ્સેપ અને ટેલેગ્રામના મેસેજમાં મોકલેલ મીડિયા ફાઈલ્સ હેકર્સ આસાનીથી જોઈ શકે છે અને તેમાં ફેરફાર પણ કરી શકે છે. જણાવી દઈએ કે આવું એક બગને લીધે થઇ રહ્યું છે. ફર્મએ દાવો કરતા જણાવ્યું કે વોટ્સેપ અને ટેલેગ્રામમાં એક બગ છે જેના કારણે કોઈ પણ ફાઈલ્સ માં ફેરફાર કરી  શકે છે. જયારે અમુક સમયે Media File Jacking હેકર્સને ફેરફાર કરવાની પરવાનગી પણ આપે છે.

જણાવી દઈએ કે આ ફેરફાર ત્યારે જ થઇ શકે જયારે વોટ્સેપ અને ટેલેગ્રામના સેવ ટુ ગેલેરીના ફીચરમાં ઇનેબલ હોય છે. જો તમારું વોટ્સેપ આ ફીચરમાં ઇનેબલ હોય તો ખતરો બની શકે છે. આવા સંજોગોમાં હેકર્સ દરેક પ્રકારના ફેરફારો કરી શકે છે. તેમજ આ એપમાંથી હેકર્સ ફાઈલ્સ પણ ટ્રાન્સફર કરી શકે છે. જણાવી દઈએ કે આવું ત્યારે જ બને જયારે યુઝરના મોબાઈલમાં માલવેયર એપ પહેલાથી જ ઇન્સ્ટોલ હોય. જો તમારા મોબાઈલમાં પણ આ એપ ઇન્સ્ટોલ હોય તો તરત જ ડીલીટ કરો અને તમારા વોટ્સેપની સુરક્ષા જાળવો.