ગુજરાતની જાણીતી સિંગર અને દાંડિયા ક્વીન ઐશ્વર્યા મજમુદાર કે જે માત્ર ગુજરાતમાં જ નહિ પણ વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. જણાવી દઈએ કે ઐશ્વર્યાએ તેનો જીવન સાથી પસંદ કરી લીધો છે. વાત કરીને તેના પસંદ કરેલ પત્ર વિશે તો તેનું નામ છે મુલ્કરાજ ગઢવી અને મુલ્કરાજ ગઢવી દુબઈના બીઝનેસમેન છે.

તમે જાણો છો કે સેલીબ્રીટીઓ નાનામાં નાની વાતથી દરેક વાતનો ખુલાસો સોશિયલ મીડિયા પર કરતા હોય છે તેમ આખરે ઐશ્વર્યાએ આ વાતનો ખુલાસો ઈન્સ્ટાગ્રામ અને ફેસબુક પર કરતા તેના ફિયાન્સ મુલ્કરાજ વિષે વાત કરી હતી. ઐશ્વર્યાએ પોતેજ તેના જીવનની મહત્વની અને આનંદની વાતનો ખુલાસો કર્યો છે.

ઐશ્વર્યાએ જણાવતા કહ્યું કે મારા જીવનની દરેક સારી ઘટનાઓ સંગીતથી જોડાયેલ છે તેવી જ રીતે હું અને મુલ્કરાજ પણ સંગીતથી જોડાયેલા છીએ. મુલ્કરાજ વિશે વધુ જણાવતા ઐશ્વર્યાએ કહ્યું કે તે દુબઈના બીઝનેસમેન છે, પરંતુ સંગીતમાં ખુબ જ રસ ધરાવે છે. એટલું જ નહિ પણ  તેને તેના માતા પિતા માટે એક ગીત પણ લખેલું પરંતુ તે એક સારા સિંગરની તલાસમાં હતા.

ઐશ્વર્યાએ જણાવ્યું કે તે મારા વિશે કઈ જ જનતા ન હતા યુટ્યુબમાં મારા વિડીયો જોયા અને મુલ્કરાજે ફેસબુક પર મારો સંપર્ક કર્યો અને આ સોંગ વિશે વાત કરી. વાત આગળ વધી અને અમારે મળવાનું થયું. પછી તમે જાણો જ છો કે પ્રેમ થવાનો જ હોય તો તમને મળવાના સંજોગો ઉભા કરી જ દે છે. એકપછી એક સોંગ મેં ગયું અને અમે મળી ગયા.

ઐશ્વર્યાએ ખુલાસો કરતા કહ્યું કે આગામી નવેમ્બરમાં કાયદેસરની વિધિથી મુલ્કરાજ ગઢવી સાથે સગાઈ કરશે. તેમજ વાતચીતમાં ઐશ્વર્યાએ જણાવ્યું હતું કે તે લગ્ન બે-ત્રણ વર્ષ પછી કરશે. જો કે તેના ફેંસ અને ચાહકો આ ખબરથી ખુબ જ ખુસ છે.

મિત્રો જો તમને આ આર્ટીકલ સારો લાગે તો શેર કરવાનું ભૂલતા નહિ…