મિત્રો જણાવતા ખુબ જ આનંદ થાય છે કે મધ્ય પ્રદેશમાં આવેલ ઉમરિયા જીલ્લાના કલેકટરે તેના ચેમ્બરની એસી ઉખાડીને એનસીઆરમાં લગાવીને એક નવી જ મિશાલ રજુ કરી છે. કલેકટરે માત્ર તેમના ચેમ્બરની જ નહિ પરંતુ સભાકક્ષાના પણ ત્રણ જેટલા એસી ઉખાડીને બીમાર બાળકોના વોરમાં લગાવી આપ્યા હતા. મિત્રો તમને જણાવી દઈએ કે આ કલેકટરે તેના ચેમ્બરમાં કોઈ નવું એસી પણ ફીટ કરાવેલ નથી તેઓ આવી ગરમીમાં પંખા નીચે રહીને કામ કરી રહ્યા છે. ધન્ય છે આવા દિલદાર માણસને.

મિત્રો કલેકટર સાહેબને દિલદાર માણસ કેમ ન સમજવા તેનાથી આ ગરમીમાં બેહાલ અને કુપોષિત બાળકોનું દુખ જોવાયું નહિ, મિત્રો આ 45 ડિગ્રી તાપમાનમાં જો કોઈ માણસ પોતાના ચેમ્બરની અને પોતાના પર્સનલ વાહનની એસી ઉખાડીને બીમાર બાળકોના વોર્ડમાં લગાવે તેનાથી વધુ દિલદાર કોણ હોય શકે.

 

બાળકોના માતા પિતાએ કર્યા આ કામના વખાણ

જીલ્લા કલેકટર સ્વરોચિત સોમવંશીએ જણાવતા કહ્યું કે આ નિર્ણય સહજ રૂપે લેવામાં આવેલ છે. મિત્રો કલેકટરે જણાવ્યું કે અમે અહીં એસી લગાવવા માટે ફંડ એકઠું કરી રહ્યા હતા પરંતુ અમુક કારણોસર એ કામ અટકી ગયું પરંતુ આ ગરમીમાં પંખાની ગરમ હવાથી બાળકોની તબિયત વધુ ખરાબ ન થાય તે માટે અમારા ચેમ્બરના અને સભાકક્ષાના એસી તાત્કાલિક અસરે લગાવવામાં આવ્યા છે જેથી બાળકોને તબિયતમાં રાહત મળે. અને જણાવ્યું કે નહિ ચાર એનસીઆર બ્લોક છે અને બધા જ બ્લોકમાં હવે એસી લગાવી દેવામાં આવ્યા છે, જે ખુબ જ ખુશીની વાત છે. મિત્રો આ 45 ડિગ્રી તાપમાનમાં પોતાના રૂમનું એસી ઉખાડી લેવું એ કોઈ નાની વાત નથી તેથી બીમાર બાળકોના માતા પિતા એ કલેક્ટરના આ કાર્યને ખુબ જ વખાણ્યું છે.

કુપોષિત બાળકોને હોસ્પીટલે મોકલવા કલેકટરે કરી અપીલ

મિત્રો તમને જણાવી દઈએ કે કુપોષિત ત્યાની ગંભીર સમસ્યા છે, હાલના સમયમાં કલેકટર ત્યાના લોકોને ખુબ સારી રીતે જણાવી રહ્યા છે કે કુપીષિત બાળકોને હોસ્પિટલ જલ્દીને જલ્દી હોસ્પિટલ પહોચાડવા. કલેકટર સાહેબ આ વાતની જાહેરાત કરવા અલગ અલગ ગામડાઓમાં પણ જઈ રહ્યા છે અને આ કામ તેના રૂટિંગ કામની જેમ કરી રહ્યા છે. કલેક્ટરના પગલાથી દાખલ બાળકોના પરિવારજનો પણ ખુબ જ રાહત અનુભવે છે.