જમ્મુ અને કાશ્મીરમાં આવેલ અનંતનાગ જીલ્લામાં ચાલી રહ્યું છે આંતકીઓ અને સુરક્ષાબળો વચ્ચે ફાયરીંગ. જાણવા મળ્યું છે કે ફાય્રીગની આ પરિસ્થિતિમાં લોકોને બહારન નીકળવા માટે અપીલ કરવામાં આવી છે. સુરક્ષાબળોને અમુક જાણકારી મુજબ એવું જાણવા મળેલ છે કે અનંતનાગમાં કેટલાક આંતકીઓ છુપાયેલા છે. પરંતુ કેટલા આંતકીઓ છુપાયેલા છે તે હજુ સુધી કંઈ જાણવા મળ્યું નથી.

અનંતગામ ચાલી રહ્યું છે ફાયરીંગ

જાણકારી મુજબ જાણવા મળે છે કે સુરક્ષાબળોએ તમામ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલુ કર્યું છે, આંતકીઓ સુરક્ષાબળોથી ઘેરાયેલા હોવાથી તે તેને સુરક્ષાબળો પર ફાયરીંગ ચાલુ કરી દીધું છે. સામસામે બન્ને તરફથી ફાયરીંગ સતત ચાલુ છે. પરંતુ જાનહાનીના કોઈ સમાચાર હજુ મળેલ નથી.

આંતકીઓ સુરક્ષાબળોથી છે ઘેરાયેલા

મિત્રો તમને જણાવી દઈએ કે પુલવામાં શુક્રવારે જ આંતકીઓ અને સુરક્ષાબળો વચ્ચે અથડામણ થયું હતું જેમાં 4 આંતકીઓને ઠાર મારવામાં આવ્યા, ત્યારે આંતકીઓ પશેથી ખતરનાક સાધનો મળી આવેલા જેમાં 2 એકે47, 1 એકેએમ 1 એસએલઆર હતા. આ અથડામણમાં જે આંતકીઓને મારવામાં આવ્યા તે તમામ આંતકીઓ જૈશ એ મોહમ્મદના હતા.

જાહેર કર્યું આંતકીઓનું લીસ્ટ

મિત્રો જેમ તમે બધા જાણો છો તેમ જમ્મુ-કાશ્મીર આંતકીઓથી ભરેલ વિસ્તાર છે જ્યાં આંતકીઓનું લીસ્ટ બનાવવા જાવ તો લીસ્ટ ખુબ લાંબુ થઇ જાય, જયારે આંતકીઓની યાદી જાહેર કરવામાં આવી ત્યારે શ્રીનગરના એચએમનો આંતકી સૈફુલ્લા મીર ઉર્ફે ડૉ. સૈફ, એકએમનો બારામુલ્લા જીલ્લા કમાન્ડર મેહરાઝુદીન, એચએમનો અનંતનાગ જીલ્લા કમાન્ડર મોહમ્મદ અશરફ ખાન, તેમજ એચએમનો પુલવામાં જીલ્લા કમાન્ડર અરશદ-ઉલ-હાલ શામેલ છે, તેમજ આ લીસ્ટમાં લશ્કર-એ-તૈબાનાના શોપીયાના જીલ્લા કમાન્ડર વસીમ અહમદ ઉર્ફે ઓસામા જેવા નામો સામેલ છે. હવે આ બધા જ આંતકીઓના ખાત્મા માટે ભારતીય સેના ખુબ જ ટુક સમયમાં વિશેષ અભિયાન શરુ કરવાના છે, તેના સમાચાર પણ ટૂંક સમયમાં મળી રહેશે.