આપણાં દેશમાં ટ્રેન વાહન-વ્યવહારનું મુખ્ય સાધન છે. ભારતમાં દરરોજ લાખો લોકો ટ્રેનમાં સફર કરે છે, જેમાં ગરીબથી લઈને અમીર સુધી, બાળકોથી લઈને બુઝુર્ગ સુધી એમ દરેક વર્ગનાં લોકો આ સફરનો આનંદ લે છે. રેલયાત્રા ખરેખર ખૂબ જ રોમાંચક હોય છે. તમે પણ ક્યારેક તો ટ્રેનની મુસાફરી કરી જ હશે પણ શું તમે ટ્રેન પર લખેલ કેટલીક માહીતીની નોંધ લીધી છે? તમને જણાવી દઈએ કે દરેક ટ્રેન પર ઘણી બધી ઉપયોગી અને મહત્વપૂર્ણ માહિતી લખેલ હોય છે, જેના પર ખૂબ ઓછા લોકો ધ્યાન આપે છે અથવા કહો કે મોટાભાગનાં લોકો આવી જાણકારીથી અજાણ હોય છે.

ટ્રેન યાત્રા દરમિયાન તમે જોયું હશે કે દરેક ટ્રેન પર 5 ડિજિટની એક સીરીઝ લખેલ હોય છે. પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ નંબર લખવા પાછળનું કારણ શું છે? હકીકતમાં આ નંબર ખૂબ જ ખાસ કારણથી લખવામાં આવે છે જેના વડે આપણે જે-તે ટ્રેન વિશે જાણકારી મેળવી શકીએ. આજે અમે તમને ટ્રેન પર લખવામાં આવતા આ નંબર વિશે જણાવવાના છીએ. તો ચાલો જાણીએ કંઈક નવું……

● જે ટ્રેન 0 નંબરથી શરૂ થતી હોય તે સ્પેશિયલ ટ્રેન હોય છે. હકીકતમાં આવી ટ્રેન કોઈક ખાસ દિવસે કે મોટા તહેવાર જેમ કે હોળી કે દિવાળીનાં દિવસે ચલાવવામાં આવે છે. આ સિવાય કોઈ પૂજા સ્થળ કે ધાર્મિક સ્થળે શ્રદ્ધાળુઓને લાવવા લઈ જવા માટે ટ્રેનનો ઉપયોગ થાય છે.

● જે ટ્રેન 1 નંબરથી શરૂ થતી હોય તે લાંબા રૂટ પર ચલાવવામાં આવે છે, જે એક્સપ્રેસ ટ્રેન હોય છે. આ એક્સપ્રેસ ટ્રેન ફક્ત મોટા શહેરોમાં જ ઉભી રહે છે નાના-નાના સ્ટેશનો પર નથી ઉભતી.

● જે ટ્રેનની સિરીઝ 2 નંબરથી શરૂ થતી હોય તે લાંબા અંતરની ટ્રેન હોય છે. એટલે 1 અને 2 નંબરથી શરૂ થતી ટ્રેન લાંબા રૂટની હોય છે.

● જે ટ્રેનની સિરીઝ 3 નંબરથી શરૂ થતી હોય તે કોલકત્તા સબ-અર્બન ટ્રેન વિશે જાણકારી આપે છે.

● 4 નંબરથી શરૂ થતી સિરીઝની ટ્રેન ચેન્નઈ, નવી દિલ્હી, સિકંદરાબાદ સહિત જે અન્ય મેટ્રો સીટી છે એના વિશે દર્શાવે છે.

● નંબર 5 થી શરૂ થતી ટ્રેન કન્વેન્શનલ કોચવાળી પેસેન્જર ટ્રેન હોય છે.

● નંબર 6 વાળી ટ્રેન મેમુ ટ્રેન હોય છે.

● 7 નંબરથી શરૂ થતી ટ્રેન ડુ. એમ.યુ. અને રેલવે ડિપાર્ટમેન્ટની સર્વિસ માટે હોય છે.

● 8 નંબરથી શરૂ થતી ટ્રેન આપણને વર્તમાન સમયની રિઝર્વેશન સ્થિતી વિશે જાણકારી આપે છે.

● 9 નંબરથી શરૂ થતી સિરીઝ મુંબઈ ક્ષેત્રની સબ-અર્બન ટ્રેનો વિશે દર્શાવે છે.

તો મિત્રો હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે ટ્રેન ઉપર આ નંબર શા માટે લખેલા હોય છે, હવે જ્યારે પણ તમે પરિવાર કે દોસ્તો સાથે ટ્રેનમાં મુસાફરી કરશો ત્યારે આ નંબર જોઈને સરળતાથી તમે સમજી જશો કે આ ટ્રેનની વિશેષતા શું છે. તમને આ જાણકારી ભર્યો આર્ટિકલ ગમ્યો હોય તો કમેન્ટ કરીને શેર જરૂર કરજો જેથી બીજા મિત્રોને પણ નવુ-નવુ જાણવા મળે…..

‘ જ્ઞાન સાથે ગમ્મત ‘ પેઈજને લાઈક કરવાનું ભૂલતા નહીં….ec

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *