સોમવારે સાંજે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી તેમના 68 મા જન્મદિવસ પર વારાણસી પહોંચ્યા હતાં. તેઓ નરઉર સ્થિત પ્રાયમરી શાળામાં ગયા હતા અને બાળકો સાથે તેમના જન્મદિનની ઉજવણી કરી હતી. મોદીજીએ શાળાના બાળકો સાથે વાતચીત કરી હતી.

તેમણે શાળા શિક્ષણ સાથે રમત ગમત અમે અવનવી વાતો બાળકો સાથે કરી હતી. બાળકોને લાલ રંગના બૅગમાં પાઠય પુસ્તક અને અન્ય સ્ટેશનરી સામગ્રી વહેંચવામાં આવી હતી.
મોદીજીએ આંગળવાડી કાર્યકર બહેનોને પણ મળ્યા હતાં. તેમની સાથે પણ વાતચીત કરી હતી. તેમને મળનારા વેતન વધારા વિશે પણ વાત કરી હતી.
p)સોમવારે તેમણે 68 મા જન્મદિન પર મોડી રાતે શ્રી કાશી વિશ્વનાથ મંદિર માં ધાર્મિક પૂજા-અર્ચના કરી હતી.વડાપ્રધાન મોદીજી મોડી રાતે મંડુવાડીહ રેલ્વે સ્ટેશન પહોંચ્યા હતા અને લોકોને મળ્યા હતાં.
મોદીજી બે દિવસના પ્રવાસ પર વારાણસી પહોંચ્યા છે. તેઓ મંગળવારે લગભગ 600 કરોડના પ્રોજેક્ટનું લોકાર્પણ અને શિલાન્યાસ કરવાના છે. બીએચયુ ના એમ્ફીથિયેટર રમત મેદાન પર સભા પણ કરવાના છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *