TRAI એ ટેલિકોમ ઓપરેટીંગ કંપનીઓ જીઓ, આઇડિયા, એરટેલ અને વોડાફોનને લાખો રુપીયાનો દંડ કર્યો છે.
ટેલિકોમ રેગ્યુલેટર ટ્રાઇએ રિલાયન્સ જિયો, ભારતી એરટેલ, વોડાફોન અને આઇડિયા સહિતની મોટી ટેલિકોમ કંપનીઓ પર દંડ કર્યો છે. ટેલિકોમ કંપનીઓને જાન્યુઆરીથી માર્ચ દરમ્યાન સેવા ગુણવત્તા ધોરણોને પરિપૂર્ણ ન કરવા માટે આ દંડ કરવામાં આવ્યો છે.
ટ્રાઇએ જીઓ પર 34 લાખનો દંડ કર્યો છે. જીઓ પર પોઇંટ ઓફ ઇન્ટરકનેક્ટ કન્જેશન, કોલ સેન્ટરની ઍક્સેસિબિલિટી અથવા કસ્ટમર કેર, અને યોગ્ય સમયમર્યાદા પર કસ્ટમરના કોલ્સના જવાબ ન આપવા બદલ ટ્રાઇએ દંડ કર્યો છે.
ભારતી એરટેલે પોસ્ટપેડ કનેક્શન્સના બિલિંગ સ્ટાન્ડર્ડ અને મીટરિંગ, કોલ સેન્ટર અને ગ્રાહક સંભાળની ઉપલબ્ધતા પૂરી કરી ન હતી એટલે જ ટ્રાઇએ રૂ. 11 લાખનો દંડ કર્યો છે. કસ્ટમરને આવી જ ફેસીલીટી ન આપવા બદલ ટ્રાઈ એ આઇડિયા સેલ્યુલર પર રૂ. 12.5 લાખ અને વોડાફોન પર 4 લાખનો દંડ કર્યો છે.
ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (ટ્રાઇ) ઓક્ટોબર 1, 2017 થી ટેલિકોમ ઓપરેટીંગ કંપનીઓને તેમની સર્વિસની ગુણવત્તાની જાળવી રાખવા કહેવામાં આવ્યું છે અને નિયમોને કડક બનાવી દીધા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *