જસ્ટીસ રંજન ગોગોઇ ભારતના આગામી ચીફ જસ્ટીસ બનશે. જસ્ટીસ રંજન ગોગોઈ આસામના રહેવાસી છે.
અત્યાર સુધી સુપ્રીમ કોર્ટના સિનિયર જસ્ટીસને ભારતના ચીફ જસ્ટીસ બનાવવાની પરંપરા છે. રંજન ગોગોઇને 28 ફેબ્રુઆરી, 2001 ના રોજ ગુવાહાટી હાઈકોર્ટના જજ બનાવવામાં આવ્યા હતા. તેમને 12 ફેબ્રુઆરી 2011 ના રોજ પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના ચીફ જસ્ટીસ બનાવવામાં આવ્યા હતા. તેમને એપ્રિલ 2012 માં સુપ્રીમ કોર્ટમાં જસ્ટીસ બનાવવામાં આવ્યા.
ગયા વર્ષે સુપ્રિમ કોર્ટની કાર્ય પ્રણાલી પર પ્રશ્નો ઉઠાવનાર જસ્ટીસમાં જસ્ટીસ રંજન ગોગોઇ પણ સામેલ હતા. જાન્યુઆરીમાં પ્રેસ કોન્ફરન્સ ચાર જસ્ટીસે કરી હતી તેમાં જસ્ટીસ ગોગોઈ હતા.તેમની આ કોન્ફરન્સથી તેમણે સૌને ચોંકાવી દીધા હતાં. હાલમાં એનસીઆર (નાગરીક રાષ્ટ્રીય રજિસ્ટર) ને અપડેટ કરવાની પ્રક્રિયાનું મોનેટરીંગ કરી રહ્યા છે.
વર્તમાન ચીફ જસ્ટીસ દીપક મિશ્રાએ કેન્દ્ર સરકારને તેમની પછી ચીફ જસ્ટીસ માટે જસ્ટીસ રંજન ગોગોઇના નામનું સુચન કર્યું છે.

જસ્ટીસ ગોગોઇ 3 ઓક્ટોબરે શપથ લેવાની સંભાવના છે. તેમનો કાર્યકાળ 17 નવેમ્બર 2019 સુધી રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *