આજે રાજયસભામાં એનડીએના હરિવંશ નારાયણ સિંહ મતદાન બાદ ઉપાધ્યક્ષ પદ માટે ચૂંટાયા હતા. તેમની સામે યુપીએના હરીપ્રસાદ ઉમેદવાર હતાં. પ્રથમ મતદાન દરમિયાન કુલ 206 મત પડયા હતા. જેમાં એનડીએના હરિવંશની તરફેણમાં 115 મત હતા. યુપીએના વિરોધ પછી ફરી મતદાન કરવામાં આવ્યુ અને તે મતદાનમાં કુલ 222 મત પડયા હતા. એનડીએના હરિવંશને 125 વોટ અને યુપીએના બી કે હરિપ્રસાદને 105 મત મળ્યા હતા.આમ એનડીએના હરિવંશને ઉપાધ્યક્ષ જાહેર કરાયા હતાં.
ગૃહમાં મતદાન પહેલાં, ભાજપે એવો દાવો કર્યો હતો કે તેમના ઉમેદવારને 126 સભ્યોનો ટેકો છે. તેમાં એનડીએ 91, એઆઇએડીએમકે (13), ટીઆરએસ (06), વાયએસઆર કોંગ્રેસ (02), ઈનલોદ (01), બીજેડી (09) સભ્યોનો સમાવેશ થાય છે.
રાજયસભામાં હરિવંશને ઉપાધ્યક્ષ બનવાની શુભેચ્છા આપતા મોદીજીએ હળવા મુડમાં કહ્યુ કે, મને વિશ્વાસ છે કે હવે સદન નો મંત્ર હરીક્રુપા બની જશે. હવે બધુ હરી ભરોસે છે. આશા છે કે સાંસદો પર હરીક્રુપા બની રહેશે.
હરિવંશ નારાયણ સિંહ જનતા દળના રાજનેતા છે.રાજ્ય સભામાં સંસદની ઉચ્ચ સભામાં બિહારનું પ્રતિનિધિત્વ કરે છે. તેઓ બનારસ હિન્દુ યુનિવર્સિટીમાંથી સ્નાતક થયા છે અને અર્થશાસ્ત્રમાં અનુસ્નાતક અને પત્રકારત્વમાં ડિપ્લોમા કર્યું છે. તેઓ રાંચીમાં રહે છે.
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી, રાજ્યસભામાં નેતા અરૂણ જેટલી, રાજ્યસભાના વિરોધ પક્ષના નેતા ગુલામ નબી આઝાદ હરીવંશની બેઠક પર જઇને તેમને ઉપાધ્યક્ષ બનવા બદલ શુભેચ્છા પાઠવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *