લુઝનીકી સ્ટેડિયમમાં રમાયેલી સેમીફાઈનલ મેચમાં ક્રોએશિયાએ વિશ્વ ચેમ્પિયન ઇંગ્લેન્ડને હરાવી ફિફા (FIFA) વર્લ્ડ કપ 2018 ની ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે.
મેચના ફસ્ટ હાફની 5 મી મિનીટમાં ટ્રીપીયર એ ગોલ કર્યો અને ઈંગ્લેન્ડને 1-0થી લીડ અપાવી. બીજા હાફની 68 મી મિનિટ માં ઇવાન પેરિસિચ એ ગોલ કરીને ક્રોએશિયન ટીમનો સ્કોર્સ 1-1 થઇ ગયો. બીજો હાફ 1-1 સ્કોર પર પુરો થયો. રીઝલ્ટ માટે બંને ટીમને એકસ્ટ્રા ટાઇમ અપાયો.
એકસ્ટ્રા ટાઇમમાં પહેલા હાફમાં સ્કોર બરાબરીનો જ રહ્યો. બીજા હાફમાં ક્રોએશિયાના સ્ટાર પ્લેયર મારિયો મૈંડઝુકિચ એ 109 મી મિનિટે ગોલ કરીને ક્રોએશિયાને 2-1થી લીડ અપાવી મેચ જીતાડી દીધી.
15 મી જુલાઈએ ફાઇનલ મેચમાં ક્રોએશિયા ફ્રાન્સનો સામનો કરવો પડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *