શનિવારે ફિશ્ટ ઓલમ્પિક સ્ટેડિયમમાં ક્રોએશિયાએ ફિફા વર્લ્ડ કપ 2018 ની ક્વાર્ટરફાઈનલમાં યજમાન રશિયાને પેનલ્ટી શૂટઆઉટમાં 4-3થી હરાવીને ઇતિહાસ રચ્યો.
પહેલા હાફમાં મેચની 31 મી મીનીટે રશિયા તરફથી ચેરીશેવ એ પહેલો ગોલ કર્યો. 39 મી મીનીટે ક્રોએશિયાના આંદ્રે કેમેરિચે ગોલ કરી સ્કોર બરાબરનો બનાવ્યો. પહેલા હાફની રમત સમાપ્ત થાય ત્યાં સુધી બંને ટીમો નો સ્કોર 1-1 બરાબરીનો હતો.
બીજા હાફ ની રમત સમાપ્ત થાય ત્યાં સુધી બંને ટીમોનો સ્કોર 1-1 સાથે બરાબર રહ્યો. મેચના રીઝલ્ટ માટે 30 મિનિટ એક્સ્ટ્રા સમય અપાયો. ક્રોએશિયાએ મળેલા 30 મીનીટના વધારાના સમયમાં એટલે કે રમતની 101 મી મિનિટમાં વેદ્રન કોલુર્કા એ ગોલ કરીને 2-1 નો સ્કોર બનાવ્યો. 115 મી મિનીટમાં રશિયાના મારિયો ફર્નાન્ડઝે ગોલ કરી સ્કોર 2-2 કરી દીધો. વધારાની 30 મીનીટ પછી બન્ને ટીમના સ્કોર 2-2 થી બરાબર થયા.
પછીથી પેનલ્ટી શૂટ આઉટ દ્વારા મેચનો નિર્ણય લેવાયો.પેનલ્ટી શુટઆઉટમાં ક્રોએશિયાએ રશિયાને 4-3થી હરાવી બહાર કર્યું.
હવે 11 જુલાઈ એ સેમિફાઇનલમાં ક્રોએશિયા સામે ઈંગ્લેન્ડ નો મુકાબલો થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *