શનિવારે સમારા એરિના સ્ટેડિયમમાં રમાયેલી ફિફા (FIFA) વર્લ્ડ કપ 2018 ની ક્વાર્ટર ફાઇનલ્સમાં ઇંગ્લેન્ડે સ્વીડનને 2-0થી હરાવી સેમિફાઈનલમાં તેમનું સ્થાન મેળવી લીધું છે.
ઇંગલેન્ડ 1990 પછી પહેલી વાર સેમિફાઇનલ્સ સુધી પહોંચવામાં સફળ રહી છે. 28 વર્ષે ઇંગલેન્ડની ટીમ સેમીફાઇનલ મેચ રમતી જોવા મળશે.
મેચની 30 મી મીનીટે ઇંગ્લેન્ડના ખેલાડી એચ મેગ્યુરે એ ગોલ કર્યો અને ઇંગ્લેન્ડને 1-0 ની લીડ મળી. ઇંગ્લેન્ડના ખેલાડી દેં કી ડેલી એલી એ 58 મી મીનીટે ગોલ કર્યો અને ઇંગ્લેન્ડને 2-0 ની લીડ મળી. મેચના અંતમાં ઇંગ્લેન્ડે સ્વીડનને 2-0થી હરાવ્યું. દેં કી ડેલી એલી વર્લ્ડ કપના ઇતિહાસમાં ઈંગ્લેન્ડની ટીમમાંથી ગોલ કરનાર સર્વશ્રેષ્ઠ સૌથી યુવાન વયના ખેલાડીઓ છે.
ફિફા (FIFA) વર્લ્ડ કપ 2018 ની સેમિ-ફાઇનલમાં ઇંગ્લેન્ડ અને ક્રોએશિયા ટીમ વચ્ચે મેચ રમાશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *