શુક્રવારે નિઝની નોવગોરોડ સ્ટેડિયમમાં રમાયેલી ફિફા (FIFA) વર્લ્ડ કપ 2018 ની ક્વાર્ટર ફાઇનલ્સમાં ફ્રાન્સે ઉરુગ્વેને 2-0થી હરાવી સેમિફાઈનલમાં તેમનું સ્થાન મેળવી લીધું છે.
ફ્રાન્સ 2006 પછી પહેલી વાર સેમિફાઇનલ્સ સુધી પહોંચવામાં સફળ રહી છે.ફ્રાન્સે ચેમ્પિયન ટીમ ઉરુગ્વેને હરાવીને વર્લ્ડ કપ બહાર કરી છે.
આ કવાટર ફાઇનલ મેચ જીતી ફ્રાન્સ છઠ્ઠી વખત સેમિફાઇનલ્સમાં પહોંચી ગઈ છે. મેચની 40 મી મીનીટે ફ્રાન્સના ખેલાડી રાફેલ વરાન એ ગોલ કર્યો અને ફ્રાન્સને 1-0 ની લીડ મળી. ફ્રાન્સના ખેલાડી એંન્ટોની ગ્રીઝમેન એ 61 મી મીનીટે ગોલ કર્યો અને ફ્રાન્સને 2-0 ની લીડ મળી. મેચના અંતમાં ફ્રાન્સે ઉરુગ્વેને 2-0થી હરાવ્યું.
ફિફા (FIFA) વર્લ્ડ કપ 2018 ની સેમિ-ફાઇનલમાં બેલ્જિયમ અને ફ્રાન્સની ટીમ વચ્ચે મેચ રમાશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *