યુટયુબે તેના બ્લોગ પર પોસ્ટ મુકનારા માટે વધુ કમાણી કરવા માટે નવા ફિચર્સ ની માહિતી આપી છે. યુટ્યુબે નવી પેડ મેમ્બરશિપ નવ સુવિધા રજૂ કરી છે, વીડીયો ક્રિએટ કરનારા નવા ફિચર્સથી પણ કમાણી કરી શકશે.
બ્લોગ પર વધુમાં જણાવ્યુ છે, “YouTube એક જીવંત સમુદાય છે, જ્યાં દરેક પાસે અવાજ છે. દરેક દિવસ સર્જકો મનોરંજન, પ્રેરણા અને હકારાત્મક પરિવર્તન લાવવા માટે તેમના અવાજનો ઉપયોગ કરે છે.પાછળના વર્ષોમાં ક્રિએટ કોમ્યુનિટી માટે ઘણુ કર્યુ છે.વર્ષમાં પાંચ આંકડાઓ કમાતા સર્જકોની સંખ્યા 35 ટકા છે અને છ આંકડાઓની કમાણી કરનારા સર્જકોની સંખ્યા 40 ટકા વધારે છે. અગાઉના વર્ષોમાં, મોટાભાગની આવક અમારા જાહેરાત ભાગીદારોથી આવી રહી છે.અમે અહીં રોકાણ કરવાનું ચાલુ રાખીશું, પણ અમે જાહેરાતોથી આગળ વિચારવું છે.સર્જકો પાસે શક્ય તેટલી નાણાં બનાવવા માટે ઘણી રીતો અને તકો હોવા જોઈએ.”
યુટયુબ પર વીડીયો ક્રિએટર્સ જાહેરાત સિવાય મેમ્બરશીપ સેલ કરીને કમાણી કરી શકશે.વીડીયો ક્રિએટર્સ ટિકિટિંગ, મર્ચેન્ડાઇઝ, ચેનલ મેમ્બરશીપ સેલ કરીને વધુ કમાણી કરી શકશે. જેની પાસે 100,000 થી વધુ ચેનલ સબ્સ્ક્રાઇબર્સ છે, તેઓ સબ્સ્ક્રિપ્શન શરૂ કરી શકે છે. ચેનલ મેમ્બરશીપ માટે દર્શકો પાસેથી માસિક રિકરિંગ ફી $ 4.99 મેળવી શકશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *